Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 69

background image
: ૧૬–D : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
દેખાતું નથી, એટલે તેને તો કારણ–કાર્ય બંને અશુદ્ધ છે. જ્ઞાનીએ જ્યાં શુદ્ધ કારણતત્ત્વને
જાણ્યું ત્યાં પર્યાય પણ તેના આશ્રયે શુદ્ધ થઈને પરિણમી છે, એટલે જ્ઞાનીને તો કારણ
કાર્ય બંને શુદ્ધ છે. પછી જે અલ્પ રાગાદિ અશુદ્ધતા હોય છે તે શુદ્ધતાથી બહાર છે–જુદી
છે; તે ખરેખર જ્ઞાનીનું કાર્ય નથી; ને જ્ઞાનીનો શુદ્ધભાવ તે અશુદ્ધતાનું કારણ થતો નથી.
અહો, આવા કારણ–કાર્યને સમ્યગ્દ્રષ્ટિજીવ પરમાગમના અનુપમ રહસ્ય વડે
જાણે છે; અહો, એકત્વસ્વરૂપ શુદ્ધ આત્મા બધા જીવોમાં શોભે છે. એવા શુદ્ધતત્ત્વને
દેખનારી દ્રષ્ટિ તે દ્રવ્યદ્રષ્ટિ છે; ને આવી દ્રવ્યદ્રષ્ટિવાળો જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધ તત્ત્વને જાણે છે, શુદ્ધ પર્યાય થઈ છે તેને પણ જાણે છે;
અને કંઈક અશુદ્ધતા બાકી રહી છે તેને પણ જાણે છે.
ધર્મીએ ચૈતન્યની વીતરાગી શાંતિ વેદી છે; તે ચૈતન્યની શાંતિ પાસે શુભરાગનો
કષાયકણ પણ તેને અગ્નિ જેવો લાગે છે. ચૈતન્યની શાંતિમાંથી બહાર નીકળ્‌યો ત્યારે
રાગની અશાંતિ ઊભી થઈ. પણ ચૈતન્યની શાંતિ જેણે દેખી નથી તેને શુભરાગ અગ્નિ
જેવો લાગતો નથી. અહા, ચૈતન્યની શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો તે તો રાગથી છૂટો
પડી ગયો–પછી રાગ શુભ હો કે અશુભ, તે બધાય રાગ અશાંતિ છે–ઘોર સંસારનું મૂળ
છે. અરે, રાગમાં તે ચૈતન્યની શાંતિ કેમ હોય?
અહા, પરમાગમના રહસ્યને વલોવી–વલોવીને વીતરાગી સંતોએ ચૈતન્યની
શાંતિરૂપ માખણ કાઢ્યું છે ભાઈ! પરમાગમને વલોવીને તેમાંથી તું શુભાશુભ રાગ ન
કાઢીશ; શુભરાગ તે કાંઈ પરમાગમનો સાર નથી. પરમાગમનો સાર, પરમાગમનું
માખણ, પરમાગમનું રહસ્ય તો અંતરમાં શાંતિનો સાગર આત્મા છે, તેને અનુભવમાં
લે. અહો, અકષાયશાંતિનો સાગર આત્મા છે; એ અમૃતના દરિયામાંથી રાગના ઝેરનો
કણિયો ન નીકળે. પરમાગમ અત્યંત મહિમા કરી કરીને જેનાં ગાણાં ગાય છે તે સુંદર
ચૈતન્યતત્ત્વ તું પોતે છો. પરમાગમ તારા સ્વરૂપને જ પ્રસિદ્ધ કરે છે.
ચૈતન્યના સ્વભાવમાંથી સિદ્ધપદ અને કેવળજ્ઞાનની શુદ્ધતા નીકળે ત્યારે પણ
શક્તિમાં શુદ્ધતા એવી ને એવી પુરેપૂરી છે, શક્તિ કાંઈ ઓછી નથી થઈ ગઈ. તેમ જ
પર્યાયમાં ઓછી શુદ્ધતા હોય ત્યારે દ્રવ્યમાં શક્તિરૂપે વધારે છે–એમ પણ નથી. તેમ જ
અજ્ઞાનદશા વખતેય શુદ્ધ સ્વભાવ શક્તિપણે એવો ને એવો જ હતો–પણ તે