Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૬–E :
વખતે તેનું ભાન પોતાને ન હતું; ભાન થતાં હવે ખબર પડી કે અહા, જેવું શુદ્ધ તત્ત્વ
અત્યારે અનુભવમાં–શ્રદ્ધામાં આવ્યું એવું જ શુદ્ધ તત્ત્વ પૂર્વે પણ મારામાં કારણરૂપે હતું
જ.–હવે તેનું ભાન થતાં પર્યાય પણ શુદ્ધ થઈ, કાર્યપણ શુદ્ધ થયું. અહો, જેણે આવું શુદ્ધ
તત્ત્વ પ્રતીતમાં લીધું–અનુભવમાં લીધું તે સમ્યગ્દ્રષ્ટિને ધન્ય છે....કરવા યોગ્ય કાર્ય તેણે
કરી લીધું. મુનિઓ પણ તેની પ્રશંસા અનુમોદના કરે છે. આવા તત્ત્વને અનુભવનારા
મુનિવરો વંદનીય છે, ને સમ્યગ્દ્રષ્ટિઓ પણ પ્રશંસનીય છે.
અહા, આવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ જોરશોરથી સંતોએ તને સંભળાવ્યું, તો હવે
‘આજે જ’ તું આવા ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેજે. આજથી જ શરૂઆત કરી
દેજે. આત્માના લાભનો આ અવસર છે. ભાઈ, તું મુંઝાઈશ નહીં..... અજ્ઞાનમાં
ગમે તેટલો કાળ વીત્યો પણ તારો સ્વભાવ મેલો થઈ ગયો નથી, તે તો એવો ને
એવો શુદ્ધ છે; તેનું ભાન કરતાં અજ્ઞાન ટળ્‌યું ને પરમ શાંતિ પ્રગટી; ત્યાં ધર્મી
પોતાના કારણ–કાર્ય બંનેને શુદ્ધ જાણે છે.
અશુદ્ધતા તો ઉપર–ઉપરની છે. ઉપર–ઉપર એટલે શું? કાંઈ અસંખ્ય પ્રદેશમાંથી
ઉપરના થોડાક પ્રદેશમાં છે અને અંદરના પ્રદેશોમાં નથી–એમ નથી, પર્યાય તો સર્વ
પ્રદેશોમાં છે પણ તે અશુદ્ધ પર્યાય અંદર ઊંડે એટલે કે દ્રવ્ય–ગુણમાં પ્રવેશતી નથી, દ્રવ્ય–
ગુણ અશુદ્ધ થયા નથી, માટે અશુદ્ધતાને ઉપર–ઉપરની કહી છે. તે અશુદ્ધતા વખતે
અંતરદ્રષ્ટિથી ધર્માત્મા પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણસ્વભાવને જાણે છે, તેમ જ પર્યાયમાં
જેટલી શુદ્ધતા વર્તે છે તેને પણ જાણે છે. ને અશુદ્ધતા વિદ્યમાન છે તેને પણ (સ્વભાવથી
ભિન્નપણે) જાણે છે. બધાને જાણવા છતાં, પરમાગમના સારરૂપ શુદ્ધતત્ત્વને જ તે
અંતરમાં ઉપાદેયપણે અનુભવે છે. અહો, શુદ્ધતત્ત્વના રસિક જીવો! આવા પરમતત્ત્વને
જાણીને આજે જ તેનો અનુભવ કરો.
પરમાગમનો સાર એ છે કે અંતરમાં પરભાવોથી ભિન્ન પોતાની શુદ્ધ
ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં લેવી. ચૈતન્યચમત્કાર તે પરમ તત્ત્વ છે;
વ્યવહારના વિકલ્પો તે કાંઈ પરમ તત્ત્વ નથી; પરમ તત્ત્વના અનુભવમાં–જ્ઞાનમાં–
શ્રદ્ધામાં તે વિકલ્પોનો અભાવ છે. સમ્યગ્દ્રષ્ટિ આવા અદ્ભુત તત્ત્વને અંતરમાં દેખે છે...
તેમાં કોઈ ભેદ–વિકલ્પ–રાગ કે પરનો સંબંધ દેખાતો નથી... દ્રવ્યમાં ગુણમાં–પર્યાયમાં
શુદ્ધતા અનુભવાય છે; જે અશુદ્ધતા છે તે શુદ્ધ તત્ત્વના અનુભવથી બહાર છે. આવા