: ૧૬–F : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
તત્ત્વને શુદ્ધ તત્ત્વરસિક જીવો અનુભવે છે. તત્ત્વમાં એકલી શાંતિ જ છે.....એકલી
શાંતિનો સાગર આત્મા, તેમાં વિકલ્પોની અશાંતિ કેમ હોય? અરે જીવ! આવા શાંત
શુદ્ધ તત્ત્વનો રસિક થઈને તેને અનુભવમાં લે. આ એક જ તત્ત્વરસિક જીવોનું નિરંતર
કર્તવ્ય છે.
શુદ્ધ ચૈતન્યમય એક ભાવ જ હું છું, ને તેનાથી ભિન્ન રાગાદિ સર્વે ભાવો તે હું
નથી. ઉજ્વળ જ્ઞાનવડે ધર્મી જીવો આવા તત્ત્વને અનુભવે છે; તેણે પોતાના જ્ઞાનની નિર્મળ
શિલામાં ભાવશ્રુતરૂપ પરમાગમને કોતરી લીધા. ને આ જ સર્વ સિદ્ધાંતનો સાર છે.
ગતાંકમાં પૂછેલા ત્રણ પ્રશ્નોના જવાબ
(૧) દેવોને ચાર છે, નારકીને ચાર, તિર્યંચોને પાંચ, મનુષ્યોને ચૌદ,
પંચેન્દ્રિય સિવાયના જીવોને એક. – એ શું?
ગુણસ્થાન.
દેવોને ચાર ગુણસ્થાન હોય છે;
ધનારકીઓને ચાર ગુણસ્થાન હોય છે;
તિર્યંચોને પાંચ ગુણસ્થાન હોય છે.
મનુષ્યોને ચૌદ ગુણસ્થાન હોય છે.
સંજ્ઞી–પંચેન્દ્રિય સિવાયના સંસારી જીવોને એક પહેલું ગુણસ્થાન હોય છે.
(૨) જગતમાં સિદ્ધભગવાન ઝાઝા કે મનુષ્યો ઝાઝા?–સિદ્ધ ભગવાન
ઝાઝા. મનુષ્યો તો સંખ્યાત (કે સંમૂર્છન અપેક્ષાએ અસંખ્યાત) જ
છે, ત્યારે સિદ્ધભગવંતો તો અનંતગુણા છે. એટલે મનુષ્યો કરતાં
સિદ્ધભગવંતો અનંતગુણા છે.
(૩) માનવદેહ, સમ્યગ્દર્શન, પુણ્ય, શ્રુતજ્ઞાન, તીર્થંકરપદ, કેવળજ્ઞાન,
શુભરાગ, અમૂર્તપણું, સુખ અને અસ્તિત્વ–આ દશ વસ્તુમાંથી,
મોક્ષમાં જનાર જીવ નીચેની પાંચવસ્તુ સાથે લઈ જાય છે–
સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન, અમૂર્તપણું, સુખ અને અસ્તિત્વ.
(માનવદેહ, પુણ્ય, શ્રુતજ્ઞાન, તીર્થંકરપદ કે શુભરાગ–તે કાંઈ
મોક્ષદશામાં રહેતું નથી.)