: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૯ :
ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનને અજ્ઞાનીઓ સ્ત્રી તરીકે માને છે
પણ તે સત્ય નથી. એ અબાધિત સિદ્ધાંત છે કે કોઈ પણ તીર્થંકર સ્ત્રીપર્યાયમાં
હોઈ શકે નહીં. તીર્થંકર તો શું, પરંતુ ગણધર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તે
પદવી પણ સ્ત્રીને હોય નહીં. તીર્થંકરો હંમેશાંં સમ્યગ્દર્શન અને ત્રણ જ્ઞાન સહિત
જ અવતરે છે, ને સમ્યગ્દ્રશન સહિત કોઈપણ જીવ સ્ત્રીપર્યાયમાં અવતરે નહીં.
જૈનસિદ્ધાંતનું જેને થોડુંક પણ જ્ઞાન હોય, સમ્યગ્દર્શનના મહિમાની જેને થોડીક
પણ ખબર હોય, આરાધક જીવ (અને તેમાં પણ તીર્થંકરપ્રકૃતિ બાંધેલા
આરાધક જીવ) તેનાં ઉત્તમ પરિણામોની જેને ખબર હોય તે જીવો તીર્થંકરને
કદી પણ સ્ત્રી–અવતાર હોવાનું માની શકે નહીં. જૈનસિદ્ધાંતના જે નિયમો હોય
તેમાં ભંગ પાડે એવું અચ્છેરું જગતમાં કદી બની શકે નહીં. મલ્લિનાથ ભગવાના
જીવે પૂર્વે ત્રીજા ભવમાં મુનિ થઈને તીર્થંકરપ્રકૃતિ બાંધી હતી ને ત્યાંથી
દેવલોકના અપરાજિતવિમાનમાં ગયા હતા; અપરાજિત–વિમાનમાં બધા
સમ્યગ્દષ્ટિજીવો જ હોય છે; ને ત્યાંથી ચવીને તેઓ કદી સ્ત્રીપર્યાયમાં અવતરતા
નથી.
૧૨. એવા કયા તીર્થંકર છે કે જેઓ અષાડ સુદ છઠ્ઠે ત્રિશલામાતાની કુંખે પધાર્યા
હોય? ભગવાન મહાવીર તીર્થંકર અષાડ સુદ છઠ્ઠે વૈશાલીના કુંડગ્રામમાં
ત્રિશલામાતાની કુંખે ૧૬ મંગળ સ્વપ્નસહિત પધાર્યા. તીર્થંકરો એવા વિશેષ
પુણ્યવંત હોય છે કે ઉત્તમ રાજકૂળમાં જ તેમનો અવતાર થાય છે.
૧૩. એવા કયા તીર્થંકર છે કે જેઓ ફાગણવદ નોમે જન્મ્યા હોય? (ઋષભદેવ)
૧૪. એવા કયા તીર્થંકર છે કે જેમના પ્રતાપે ભારતમાં દીપાવલી પર્વ ઉજવાય છે?
આસો વદ અમાસે પાવાપુરીમાં મહાવીર ભગવાન મોક્ષ પામ્યા તેનો નિર્વાણ
મહોત્સવ દીપકોની માળાથી ઊજ્વાયો, ત્યારથી ભારતમાં દીપાવલીપર્વ ઉજવાય
છે. આવતી દીવાળીએ મહાવીર ભગવાનના મોક્ષને ૨પ૦૦ મું વર્ષ બેસશે. અઢી
હજાર વર્ષનો આ ઉત્સવ ભારતમાં આનંદથી ઉજવાશે.
૧પ. એવા કયા તીર્થંકર છે કે જઓે પોતે બે વખત (પૂર્વભવોમાં) તીર્થંકર પ્રભુના
પુત્ર થયા, ને પછી પોતે તીર્થંકર થયા? ને તેમના ભાઈ તેમના ગણધર થયા?
સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વે પાંચમા ભવે વિદેહક્ષેત્રમાં
મંગલાવતી દેશના રત્નસંચયપુરનગરમાં ક્ષેમંકર તીર્થંકરના પુત્ર વજ્્રયુધ–
ચક્રવર્તી થયા હતા, તે વખતે એક દેવે આવીને તેમના તત્ત્વજ્ઞાનની પરીક્ષા
કરીને પ્રશંસા