: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
કોઈ તીર્થંકર અત્યારે ભરતક્ષેત્રમાં છે? ભગવાને કહ્યું કે ‘હા, અત્યારે
વનવિહારમાં નીકળેલા શ્રી નમિકુમાર ભરતક્ષેત્રમાં એકવીસમા તીર્થંકર થનાર
છે; પૂર્વભવમાં અમે બંને અપરાજિત વિમાનમાં સાથે હતા.’–તે સાંભળીને એક
દેવ તે ભગવાનના દર્શન કરવા આવ્યો; તે દેવ પાસેથી એ વાત સાંભળીને
નમિકુમાર વૈરાગ્ય પામ્યા, ને એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. (તેનું સુંદર
ચિત્ર સોનગઢ–જિનમંદિરમાં છે.)
પ. એવા કયા તીર્થંકર છે કે જેઓ સિહના ભવમાં સમકિત પામ્યા હોય? મહાવીર
ભગવાન પૂર્વે દશમા ભવે સિંહ હતા ત્યારે મુનિઓના ઉપદેશથી સમ્યગ્દર્શન
પામ્યા હતા.
૬. એવા કયા તીર્થંકર છે કે જેમનું ચિહ્ન સર્પ હોય? – ભગવાન પારસનાથ.
૭. એવા કયા તીર્થંકર છે કે જેમનું ચિહ્ન ઝાડ (કલ્પવૃક્ષ) હોય? ભગવાન
શીતલનાથ.
૮. એવા કયા તીર્થંકર છે કે જેમના બે પુત્રો સામસામા લડ્યા હોય? – ને પછી
મોક્ષ પામ્યા હોય?
ઋષભદેવ ભગવાનના પુત્રો ભરત અને બાહુબલી સામસામા લડ્યા, પણ બંને
જ્ઞાની હતા, ને તેમનું યુદ્ધ એવું અહિંસક હતું કે તેમાં કોઈ મનુષ્યની હિંસા થઈ
ન હતી. પછી તો બાહુબલી તેમજ ભરત બંને સંસારથી વિરક્ત થઈ, મુનિ થઈ,
મોક્ષ પામ્યા.
૯. એવા કયા તીર્થંકર છે કે જેમના પુત્રો જ તેમના ગણધર થયા હોય?ભગવાન
ઋષભદેવના પુત્રો વૃષભસેન, અનંતવીર્ય અને ગુણસેન–તેમના ગણધર થઈને
મોક્ષ પામ્યા. (ઋષભદેવના જીવે પૂર્વે વજ્જંઘના ભવમાં જ્યારે મુનિઓને
આહારદાન દીધું ત્યારે તેમના આ પુત્રો અનુક્રમે આનંદપુરોહિત,ધનમિત્ર શેઠ
અને સિંહ હતા.)
૧૦. એવા કયા તીર્થંકર છે કે જેમને બે ઉત્તમ પુત્રી હોય?
ભગવાન આદિનાથને બ્રાહ્મી અને સુંદરી એ બે ઉત્તમ પુત્રીઓ હતી; તેઓ
બાલબ્રહ્મચારી હતી અને સંસારથી વિરક્ત થઈને અર્જિકાદશા અંગીકાર કરી
હતી. ભગવાનના સમવસરણમાં તેઓ મુખ્ય અર્જિકા હતા.
૧૧. એવા કયા તીર્થંકર છે કે જે ખરેખર સ્ત્રી ન હોવા છતાં અજ્ઞાનીઓ જેને સ્ત્રી
માનતા હોય?