: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
આપણા ભગવંતો
ગતાંકમાં ૨૪ તીર્થંકર ભગવંતો સંબંધી કેટલીક માહિતી
ઉપરથી તે–તે ભગવાનને ઓળખી કાઢવા માટે ત્રીસ પ્રશ્ન
પૂછેલા. તેના જવાબો અહીં આપવામાં આવ્યા છે. જિજ્ઞાસુ
વાંચકોએ આમાં સારો રસ લીધો છે.
૧ એવા કયા તીર્થંકર છે કે તેમનો અને તેમના પુત્રનો જન્મદિવસ એક જ હોય?
ઋષભદેવ ભગવાન અને તેમના પુત્ર ભરત ચક્રવર્તી એ બંનેનો જન્મદિવસ
ફાગણ વદ નોમ છે.
૨. એવા કયા તીર્થંકર છે કે જેમની માસીએ તેમને આહારદાન કર્યું હોય?
મહાવીર પ્રભુને મુનિદશામાં તેમના માસી ચંદનાસતીએ આહારદાન કર્યું હતું.
૩. એવા કયા તીર્થંકર છે કે જેમણે વર્ષીતપ કરીને પારણા વખતે હાથમાં શેરડીનો
રસ પીધો હોય?
ભગવાન ઋષભમુનિરાજે દીક્ષા પછી એક વર્ષના ઉપવાસ બાદ, વૈશાખ સુદ
ત્રીજે શેરડીના રસથી શ્રેયાંસરાજાના હાથે પારણું કર્યું. જૈન મુનિઓ હાથમાં જ
આહાર લ્યે છે, તેથી ઋષભમુનિરાજે પણ શેરડીનો રસ હાથમાં જ લીધો હતો.
૪. એવા કયા તીર્થંકર છે કે વિદેહક્ષેત્રના તીર્થંકરે યાદ કરવાથી જેઓ વૈરાગ્ય
પામ્યા હોય?
એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ એકવાર કુમારઅવસ્થામાં વનવિહાર કરવા
નીકળેલા, ત્યારે વિદેહક્ષેત્રમાં ભગવાનને કોઈએ પૂછ્યું કે હે દેવ! આપના
જેવા