Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
શકે જ નહીં; માંસભક્ષણ તો નરકનું કારણ છે, તો તેનું દાન કેમ દેવાય? ભલે પોતાના
શરીરનું માંસ કાપીને આપે તોપણ માંસનું દાન દેનાર કે લેનાર બંને મિથ્યાદ્રષ્ટિ–પાપી
જ છે. અરે, જે માંસાહાર કરે કે કરાવે એને ધર્મ કેવો? ને દાન કેવું?
માંસાહાર કરનારો જીવ તે ખરેખર દાન માટે પાત્ર નથી, કુપાત્ર છે. માંસનું દાન
દેનારને દાનધર્મની ખબર નથી. દાનમાં દેનાર, લેનાર, દાનદેવાયોગ્ય વસ્તુ અને દાન
દેવાની વિધિ–એ બધું યોગ્ય હોવું જોઈએ.
આ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઉપરની કથા કેટલી વિપરીત છે! તે ખોટી
કથાને બદલે દાન વગેરેનું સાચું સ્વરૂપ સમજાવતી સાચી કથા શાંતિનાથપુરાણમાં આવે
છે તે અહીં આપવામાં આવે છે.
[૨]
શાંતિનાથ ભગવાનના પૂર્વભવનો આ પ્રસંગ છે. પૂર્વે
ત્રીજા ભવમાં તેઓ વિદેહક્ષેત્રના પુષ્કલાવતી દેશમાં પુંડરીકિણી
નગરીમાં ધનરથ તીર્થંકરના પુત્ર હતા, તેમનું નામ મેઘરથ.
આત્માને જાણનારા એવા તે મેઘરથ રાજા સમ્યગ્દર્શન વડે સુશોભિત હતા.
જૈનધર્મના જાણકાર હતા, શાસ્ત્રોમાં પારંગત હતા, ને અહિંસા વગેરે વ્રતોને પાળતા
હતા; જીવો ઉપર કરુણા, અભયદાન વગેરે ગુણોથી પણ તે શોભતા હતા. પોતાના–
પુત્ર–પરિવાર વગેરેમાં તે સદા જૈનધર્મનો અને સદાચારનો ઉપદેશ દેતા હતા.
એક દિવસે ઉપવાસ કરીને તે મેઘરથ રાજા સભા વચ્ચે બેઠા હતા ને ધર્મચર્ચા
કરતા હતા.... એવામાં ભયથી ફફડતું એક કબુતર ત્યાં આવ્યું.... એક ભયંકર ગીધ તેને
પકડવા તેની પાછળ આવતું હતું; તેથી જીવવાની ઈચ્છાથી તે કબુતર ત્યાં રાજા પાસે
આવી પડ્યું, મરણની બીકથી તે થરથર ધ્રૂજતું હતું......ને કરુણા નજરે રાજા સામે
જોઈને બચાવવાની પ્રાર્થના કરતું હતું. તેની પાછળ–પાછળ તેનું માંસ ખાવાનું લોલુપી,
અત્યંત ક્રૂર અને દુષ્ટ એવું મોટું ગીધ ત્યાં આવ્યું, ને કબુતરને પકડવાની ચેષ્ટા કરી,
પણ રાજાએ કબુતરની રક્ષા કરી.
ત્યારે તે ગીધને વાચા ફૂટી, ને દીનતાથી તે રાજાને કહેવા લાગ્યું કે હે રાજન્!
આપ દાનેશ્વરી છો; હું અત્યંત દુર્બળ છું ને મને ખૂબ જ ભૂખ લાગી છે; ભૂખની વેદના
સહન થતી નથી; આ કબુતર મારો ખોરાક છે, માટે તે મને સોંપી દો. આપ