Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 69

background image
: ૪૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
૮૪. અહો, તીર્થંકરદેવના દરબારમાંથી આવેલી આ વાત છે. કુંદકુંદાચાર્યદેવ પોતે
સીમંધરપરમાત્માના ધર્મદરબારમાં જઈને આ વાત લાવ્યા છે ને પરમાગમ
દ્વારા જગતને તેની ભેટ આપી છે. ભાઈ! તારા સ્વરૂપની આ વાત છે. તારું
આવું પરમ સ્વરૂપ સમજતાં મહાન આનંદસહિત તારું સ્વકાર્ય સિદ્ધ થશે એમ
શ્રીગુરુનાં આશીર્વાદ છે.
કહાનગુરુ – આશીષથી પામી ગયો ભવપાર,
ચોરાશીનાં ચક્કરમાં હવે નહીં અવતાર.
ધન્ય જયંતી આપની અહો! શાસનના સંત,
તુજ મારગને જાણતાં ભવના આવ્યા અંત.
ઠરવાનું ઠામ..... ચૈતન્યધામ
અહા, આત્મા પરમ આનંદરૂપ છે. આનંદધામ આત્મા એવો છે
કે જેને ધ્યાવતાં આનંદનો પ્રવાહ નીકળે છે. આવું આનંદધામ જેણે
નીહાળ્‌યું તેનું ચિત્ત જગતમાં ક્્યાંય ઠરે નહીં. ઠરવાનું ઠામ તો મારો
આત્મા છે, તેમાં ઠરતાં પરમ શાંતિ છે.
જેમ એકનો એક વહાલામાં વહાલો પુત્ર વગેરે કોઈ સ્વજન
ભરયુવાનીમાં મરી જાય ને પછી ચિત્ત એવું ઉદાસ થઈ જાય કે દુનિયામાં
ક્્યાંય ચેન ન પડે; સર્વત્ર સ્મશાન જેવું લાગે, ચિત્ત ક્્યાંય ઠરે નહીં.
પણ એ વખતેય જો અંદર નજર કરે તો ‘ઠરવાનું ઠામ પોતાનું
ચૈતન્યધામ’ છે, તેમાં ઠરતાં મહાન આનંદ ઝરે છે, પરમશાંતિ વેદાય છે.
ચૈતન્યતત્ત્વના અચિંત્ય મહિમાને લક્ષમાં લઈને તેમાં ઠર્યા વગર
જગતમાં ક્્યાંય જીવને શાંતિ મળે તેમ નથી; ને ચૈતન્યમાં જે ઠર્યો તેને
સર્વત્ર શાંતિ જ છે. બાપુ! તારું તત્ત્વ મહાન છે, પરમ આનંદનું મોટું
ધામ છે; તે કાંઈ રાગ જેટલું નાનું નથી, એ શાંતિ વગરનું હલકું નથી.
આવું મોટું શાંત, સહજ તત્ત્વ, તેમાં દુનિયાનો કોલાહલ કેવો? તેમાં
રાગ–દ્વેષની અશાંતિ કેવી? આવું તત્ત્વ એ જ ઠરવાનું ઠામ છે; ને તેમાં
ઠરવું તે જ કરવાનું કામ છે. (‘રત્નસંગ્રહ’ પુસ્તકમાંથી)