Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 57 of 69

background image
: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
ચાલો ચાલો.... સૌ કુંદપ્રભુની સાથ સિદ્ધાલયમાં જઈએ....
અનંત સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને, તેમના જેવા સાધ્યરૂપ
શુદ્ધાત્માના અનુભવવડે આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું અપૂર્વ
મંગલાચરણ કરીને, આચાર્યદેવે સમયસારની શરૂઆત કરી છે.
સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અહો સિદ્ધ ભગવંતો!
પધારો....પધારો....પધરો! મારા જ્ઞાનમાં હું નિર્વિકલ્પઅનુભૂતિના બળે સિદ્ધભગવંતોને
પધરાવું છે. જે જ્ઞાનપર્યાયમાં સિદ્ધપ્રભુ બેઠા તે જ્ઞાનપર્યાયમાં રાગ રહી શકે નહીં.
રાગથી છૂટી પડેલી મારી જ્ઞાનપર્યાયમાં એટલી મોકળાશ છે કે તેમાં અનંતા સિદ્ધ–
ભગવંતોને સમાડીને પ્રતીતમાં લઉં છું. અતીન્દ્રિય આનંદરૂપ થયેલા અનંતા સિદ્ધોને
આમંત્રણ કરનાર સાધકનો આત્મા પણ એવડો જ મોટો છે.–આવા આત્માના લક્ષે
સમયસારની અપૂર્વ શરૂઆત થાય છે.
આવા સમયસારનો શ્રોતા પણ અપૂર્વ ભાવે શ્રવણ કરતાં કહે છે કે હે પ્રભો!
જેમ આપ સ્વાનુભૂતિના બળે સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને નિજવૈભવથી
શુદ્ધાત્મા દેખાડો છો, તેમ અમે પણ, અમારા જ્ઞાનમાં સિદ્ધપ્રભુને પધરાવીને, અને
જ્ઞાનમાંથી રાગને કાઢી નાંખીને, સ્વાનુભૂતિના બળથી, આપે બતાવેલા શુદ્ધાત્માને
પ્રમાણ કરીએ છીએ.–આ રીતે ગુરુ–શિષ્યની સંધિના અપૂર્વભાવે સમયસાર સાંભળીએ
છીએ.