Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 58 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૪૭ :
સમ્યકત્વ માટેની સરસ મજાની વાત
શ્રી સમયસારની ૧૪૪ મી ગાથા એટલે સમ્યગ્દર્શનનો
મંત્ર....મુમુક્ષુને અત્યંત પ્રિય એવી આ ગાથા આત્માનો અનુભવ
કરવાની રીત બતાવે છે. તેનાં પ્રવચનોનું દોહન અહીં પ્રશ્નોત્તરશૈલીથી
રજુ કર્યું છે. ફરીફરીને તેના ભાવોનું ઊંડું મનન મુમુક્ષુજીવને
ચૈતન્યગુફામાં લઈ જશે...ને ચૈતન્યરસનો અત્યંત મધુર સ્વાદ
ચખાડશે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન કરવા માટે મુમુક્ષુએ પહેલાંં શું કરવું?
ઉત્તર:– હું જ્ઞાનસ્વભાવ છું–એવો નિશ્ચય કરવો. બીજા બધાનો રસ છોડીને
જ્ઞાનનો જ રસ લગાડવો.
* જ્ઞાનસ્વભાવનો નિર્ણય કોના અવલંબને થાય?
શ્રુતજ્ઞાનના અવલંબનથી તે નિર્ણય થાય.
* આ નિર્ણય કરનારનું જોર કયાં છે?
આ નિર્ણય કરનાર જોકે હજી સવિકલ્પદશામાં છે પરંતુ તેનું વિકલ્પ ઉપર જોર
નથી, જ્ઞાનસ્વભાવ તરફ જ જોર છે. જ્ઞાનનો જ તેને રસ છે; વિકલ્પમાં તેને રસ નથી.
* આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ક્યારે થાય?
આત્માના નિશ્ચયના બળે નિર્વિકલ્પ થઈને સાક્ષાત્ અનુભવ કરે ત્યારે.
* આવા અનુભવ માટે મતિજ્ઞાને શું કર્યું?
તે પરથી પાછું વળીને આત્મસન્મુખ થયું.
* શ્રુતજ્ઞાને શું કર્યું?
પહેલાંં જે નયપક્ષના વિકલ્પોની આકુળતા થતી તેનાથી પોતાના ચૈતન્યસ્વાદને
જુદો પાડીને તે શ્રુતજ્ઞાન પણ આત્મસન્મુખ થયું; એમ કરવાથી નિર્વિકલ્પ અનુભૂતિ
થઈ, પરમ આનંદસહિત સમ્યગ્દર્શન થયું, ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો; તેને ધર્મ થયો
અને તે મોક્ષના પંથે ચાલ્યો.