વિષયોને જ ઈચ્છે છે. અહો! મોક્ષ એ તો પરમ આનંદ છે, જગતના કોઈ પદાર્થની
જેને અપેક્ષા નથી, એકલા આત્મામાંથી પ્રગટેલો પૂર્ણ આનંદ છે. જ્ઞાની તેની ભાવના
ભાવે છે કે–
અનંત દર્શન જ્ઞાનઅનંત સહિત જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
મોક્ષમાં રાગ વગરની પૂર્ણ શાન્તિ છે; અહીં પણ રાગનો જેટલો અભાવ થયો તેટલી
જ શાંતિ છે, કાંઈ બાહ્યપદાર્થોના ભોગવટામાંથી શાંતિ નથી આવતી; બાહ્યપદાર્થો જડ
અને પર છે, તેની ઈચ્છા તે દુઃખ છે; ‘સુખ’ માં કોઈની ઈચ્છા હોતી નથી, સુખ તો
આત્માનો સ્વભાવ છે. આવું પૂર્ણ સુખ તે મોક્ષ છે.
અમારે શું કામના? એવા સિદ્ધ અમારે જોઈતા નથી; એટલે કે મોક્ષ જ એને જોઈતો
નથી. એને તો પરની કર્તૃત્વબુદ્ધિના મિથ્યાત્વમાં રખડવું છે. અરે ભાઈ! અહીં તું પણ
શું કરે છે? પરનું તો તું પણ કરી શકતો નથી, તું માત્ર તારામાં રાગ અને અજ્ઞાન
કરીને દુઃખ ભોગવે છે; તે સંસાર છે; સિદ્ધભગવંતો વીતરાગ–વિજ્ઞાન વડે પરમસુખ
ભોગવે છે, તેઓ નિજાનંદને ભોગવે છે ને આકુળતા જરાય કરતા નથી, તે મોક્ષ છે.
સિદ્ધભગવંતોને સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા છે તેથી પૂર્ણ સુખ છે, સાધકને પણ જેટલી
સ્વરૂપમાં સ્થિરતા થાય તેટલું સુખ છે. અજ્ઞાનીને તો સ્વરૂપની ખબર જ નથી એટલે
રાગાદિ પરભાવમાં સ્થિરતાવડે તે દુઃખી છે; મોક્ષસુખ કેવું હોય તેને તે ઓળખતો પણ
નથી. જ્ઞાની જ રાગથી ભિન્ન અતીન્દ્રિય ચૈતન્યસુખરૂપ મોક્ષના સ્વાદને જાણીને તેને
સાધે છે. સિદ્ધભગવાન વગેરેની પણ ખરી ઓળખાણ તેને જ છે.