: ૧૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
તેમાં આત્મબુદ્ધિ જરાય નથી, તે તો કર્મપ્રકૃતિ અને તેના ફળથી જુદી એવી જ્ઞાન–
ચેતનાસ્વરૂપે જ પોતાના આત્માને નિરંતર દેખે છે. અહા, ધર્મીના પંથ જગતથી જુદા
છે. ધર્મી જે પંથે ગયો તે પંથ તો સંસારથી છૂટકો કરીને પૂર્ણતા સુધી પહોંચાડે ને મોક્ષ
પમાડે એવો છે, તેમાં વચ્ચે કોઈ વિઘ્ન કરે કે સંયોગ નડે–એમ છે નહીં. અહો, આવા
આત્માને જાણનાર ધર્મી શુભ–અશુભ બધા કર્મોથી ને બધા કર્મફળથી અત્યંત નિરપેક્ષ
વર્તે છે. મારા જ્ઞાનમાં બીજા કોઈની અપેક્ષા નથી. મારું જ્ઞાન સંયોગની ભીંસમાં
ભીંસાઈ જાય એવું નથી. અને જે મારું નથી તેમાં (શરીરાદિમાં) કાંઈ થાય તેથી મને
શું? જે મારું છે તેમાં તો સંયોગની કાંઈ અસર થતી નથી. –આમ ધર્મીએ દ્રષ્ટિને
જ દ્રષ્ટિ જોડી છે. એવી દ્રષ્ટિમાં ધર્મીને કોઈ વિઘ્ન નથી. ઉદયથી પણ છૂટો જ વર્તતો તે
ઉદયની નિર્જરા કરી નાંખે છે. –સમ્યગ્દ્રષ્ટિની આવી અદ્ભુત દશા છે. અરે, જેણે
ચૈતન્યના અમૃતના સ્વાદ ચાખ્યા એને બહારના બીજા ક્યા પદાર્થની ભાવના હોય?
બધેથી એને સુખબુદ્ધિ ઊડી ગઈ છે. અસ્થિરતાનો જે રાગ છે તે ચૈતન્યની દ્રષ્ટિને
નુકશાન કરી શકતો નથી. ધર્મીજીવ પોતાના ચૈતન્યસ્વભાવમાં અત્યંત દારુણ
નિશ્ચયવાળા હોય છે, કોઈ તેને ડગાવી શકતું નથી. આખા જગતથી જુદો હું એકલો છું,
મારા સુખથી બધી સાધનસામગ્રી મારા આત્મામાં છે, તેમાં બીજા કોઈની અપેક્ષા મને
નથી–આમ આત્માનો વિશ્વાસ ધર્મીને અનુભવમાં આવ્યો છે. પોતાનો ચૈતન્યદરબાર
તેણે જોયો છે, ચૈતન્યદરબારમાં પ્રભુના ભેટા તેને થયા છે; તેથી રાગ–સંયોગ બધા
પ્રત્યે તે નિરપેક્ષ થઈ ગયા છે, તેને કોઈ ભય નથી, શંકા નથી. નિઃશંક અને
નિર્ભયપણે આત્મસ્વરૂપમાં વર્તતો તે જ્ઞાનને વેદે છે–આનંદને વેદે છે. આવા જ્ઞાનના
વેદનવડે નિર્જરા કરીને તે મોક્ષને સાધે છે.
સમકિતી–ધર્માત્મા જાણે છે કે અમારા ચૈતન્યના અતી–
ન્દ્રિય સ્વાદ પાસે આખા જગતનો વૈભવ તૂચ્છ છે....
ચૈતન્યનો રસ અત્યંત મધુર...અત્યંત શાં... ત... અત્યંત
નિર્વિકાર... એના સંવેદનથી એવી તૃપ્તિ થાય કે જગત
આખાનો રસ ઊડી જાય. સાધકહૃદયના ગંભીરભાવો
ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે.