
સુગંધ ચૈતન્યમાં વ્યાપે છે. ચૈતન્યની સુગંધ જડમાં જતી નથી. અતીન્દ્રિયજ્ઞાનથી જ તે
ચૈતન્યસુગંધ સ્વાદમાં આવે છે, પણ નાક વગેરે ઈન્દ્રિયવડે તેનો સ્વાદ ન આવે, કેમકે
પુદ્ગલની ગંધ તેનામાં નથી. ચૈતન્ય અને જડ બંને તત્ત્વો તદ્ન નીરાળા છે,
કોઈ કોઈનું સ્વામી નથી. ચૈતન્યનો સ્વાદ ચૈતન્યમાં, ને જડનો સ્વાદ જડમાં,
કોઈ એકબીજામાં ભળતા નથી.–આવા ભિન્ન આત્માને હે ભવ્ય! તું તારા જ્ઞાનથી
જાણ! એમ ભગવાન કુંદકુંદસ્વામીનો ઉપદેશ છે.
સ્વતંત્ર પરિણમે છે. આ પુદ્ગલના જે વર્ણાદિ ભાવો તે મારું સ્વરૂપ નથી, ને અંતરમાં
જે રાગાદિ વિભાવો થાય તે પણ મારા ચૈતન્યનો સ્વભાવ નથી, તેનો હું કર્તા નથી, હું
તેને જાણનારો જ્ઞાયક છું–એમ પુરુષાર્થ વડે જ્ઞાન કર... ભેદજ્ઞાન કરીને
જ્ઞાયકસ્વભાવની પ્રતીત કરીને તેમાં લીન થવાથી રાગાદિ વિભાવ પણ ટળી જાય છે,
અને આત્મામાંથી વીતરાગદશાની પ્રાપ્તિ થાય છે. આવા આત્માને જાણતાં ધર્મીને,
જેવા સિદ્ધભગવાન છે તેવા પોતાના ચૈતન્યસ્વભાવનો અંશે સ્વાનુભવ થાય છે...
ચૈતન્યરસથી ભરેલા ‘આનંદઘટ’ની સ્વાનુભૂતિ થાય છે. અહો! આત્મા આનંદરસથી
ભરેલો ઘડો છે...આનંદઘાટ અનંતરસથી ભરેલો છે, અનંત ગુણના રસથી ભરેલો
આનંદઘટ આત્મા છે. અસંખ્યપ્રદેશી ચેતન્યઘટ, તેના અસંખ્યપ્રદેશની મર્યાદા ક્ષેત્રથી છે,
પણ તેના આનંદરસની મર્યાદા નથી, અનંત આનંદરસ અસંખ્યપ્રદેશમાં ભર્યો છે.
ચૈતન્યમાં આનંદરસ અનંતો છે, એવા અનંતગુણો છે; જ્ઞાનગુણ અનંત છે–તેનો
અપાર મહિમા છે, જેનો કોઈ થાહ નથી,–જેની શક્તિનો પાર નથી; એમ અનંત
ચૈતન્યશક્તિના રસથી ભરેલો આનંદઘટ આત્મા છે.–આવા આત્માને હે ભવ્ય! તું
તારા સ્વસંવેદનવડે જાણ. ઈંદ્રિયોથી પાર એવા અંતર્મુખ જ્ઞાનવડે આત્મા જણાય છે.
ઈંદ્રિયજ્ઞાનવડે વ્યક્ત થતો નથી. તેનું ગ્રહણ ઈંદ્રિયવડે કે રાગવડે થતું નથી; અતીન્દ્રિય
જ્ઞાનરૂપ પોતાના ચૈતન્યવડે જ તેનું ગ્રહણ થાય છે. તે ચૈતન્યથી ભરેલો છે. ઈંદ્રિયો
વગેરે તેનામાં નથી, તેથી તે કાંઈ સર્વથા શૂન્ય નથી, તે પોતાના અનંત ચૈતન્યરસથી