Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 43

background image
વિવિધ સમાચાર–
• દિલ્હી મુમુક્ષુ મંડળના મંત્રીશ્રી રવિચંદ જૈન લખે છે કે–પૂ. શ્રી
કાનજીસ્વામીની ૮૪ મી જન્મજયંતિ દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક શ્રી પરસાદીલાલજી
પાટનીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી હતી. અનેક વિદ્વાનોએ અને
મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતમાં અધ્યક્ષસ્થાનેથી શ્રી પરસાદીલાલજી
પાટનીએ કહ્યું કે–આજના જમાનામાં આપણને જૈનધર્મનું સાચું સ્વરૂપ દેખાડનારા
પૂ. શ્રી કાનજીસ્વામીજી જ છે, અને આપણે સૌએ તેમના બતાવેલા માર્ગે ચાલવું
જોઈએ.
• કલકત્તા શહેરમાં ઉજવાયેલી ૮૪ મી જન્મજયંતીના કેટલાક સમાચારો
ગતાંકમાં આપે વાંચ્યા. આ ઉત્સવમાં કલકત્તાના નાનકડા બાલસભ્યોએ પણ
ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો... તેમના તરફથી આવેલા સમાચારો અહીં
આપવામાં આવે છે. ગુરુદેવે બતાવેલા માર્ગે ચાલવા ને દેવ–ગુરુની ભક્તિ કરવા
સૌ બાળકો–છે તૈયાર....છે તૈયાર....વગેરે પ્રકારે ઉલ્લાસમય વાતાવરણથી
સ્વાગત શોભતું હતું. ૮૪ બહેનો ૮૪ મંગળ કળશસહિત સ્વાગતના મંગળગીત
ગાતી હતી. પૂ. બંને ધર્મમતાઓએ પણ જન્મદિવસે આનંદમય ભક્તિ કરાવી
હતી. બાળકોએ તૈયાર કરેલ ‘જ્ઞાનબીજ’ નામનો એક અભિનંદન–અંક ગુરુદેવને
અર્પણ કરવામાં આવ્યો હતો.
• જન્મદિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કલકત્તા મુમુક્ષુમંડળના
સ્વાગતઅધ્યક્ષ શ્રી મિશ્રિલાલજીએ કહ્યું કે–ભારતવર્ષમાં ગુરુદેવ આજે આપણને
આત્માનું સાચું સ્વરૂપ સમજાવી રહ્યા છે. પોતાને તેનો અનુભવ છે ને આપણને
અનુભવ કરવાનું કહી રહ્યા છે. ગુરુદેવ હજી શાસનની ઉન્નત્તિ કરતા કરતા ઘણા
આગળ જવાના છે–તેમાં શંકા નથી. તેમની શુદ્ધાત્માના અનુભવવાળી આત્મસ્પર્શી
વાણી સાંભળવા મળે છે તે આપણા અહોભાગ્ય છે. ગુરુદેવની જેમ આપણે પણ
આત્મજ્ઞાન પામીએ–એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
• શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહુજીએ કહ્યું કે–આજે કલકત્તાના નગરીના
અહોભાગ્ય છે કે આવા મહાન પુરુષ અહીં પધાર્યા છે ને સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય તે
સમજાવી રહ્યા છે. ભારતના પશ્ચિમ છેડેથી પૂર્વના છેડે આવીને તેઓ આપણને
આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવે છે. હિતના સાચા રસ્તાનો અનુભવ કરીને આપણને
પણ તે રસ્તો દેખાડી રહ્યા છે. આપણે તેમને વિનતિ કરીએ કે ઠેઠ પહોંચતા સુધી તેઓ
આપણને રસ્તો બતાવ્યા કરે ને આપણે તે રસ્તા પર ચાલીએ.
(વિશેષ માટે જુઓ પાનું ૩૭)