Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 43

background image
: ૩૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
• માટે શુદ્ધસ્વભાવના અનુભવરૂપ સ્વાશ્રય વડે, પરાશ્રયરૂપ વ્યવહાર નિષેધ
કરવા જેવો જ છે; ને સ્વભાવસન્મુખ એવો શુદ્ધનય આશ્રય કરવા જેવો છે.
જ્યાં શુદ્ધનયનો આશ્રય કરીને જીવ પરિણમ્યો ત્યાં તેને પરાશ્રયરૂપ વ્યવહાર
રહેતો જ નથી, એનું જ નામ વ્યવહારનો નિષેધ છે, પણ ‘હું વ્યવહારને છોડું,’
એવા વિકલ્પો વડે કાંઈ વ્યવહારનો નિષેધ થતો નથી. અંતરના સ્વભાવમાં
જ્ઞાન એકાગ્ર થઈને પરિણમ્યું તેમાં રાગાદિનું પરિણમન રહ્યું જ નહિ. આવા
શુદ્ધનયનો આશ્રય કરનાર જીવ સ્વાશ્રયભાવે આનંદનું વેદન કરતો કરતો
નિર્વાણને પામે છે.
વૈરાગ્ય સમાચાર–
• ઉદેપુરના પં. શ્રી પવનકુમારજી તા. ૫–૫–૭૩ના રોજ દેવ–ગુરુ–ધર્મના
સ્મરણપૂર્વક સ્વર્ગવાસ પામ્યા છે.
• મુંબઈના ભાઈશ્રી શિવલાલ જેઠાલાલ શેઠ (તેઓ ભાઈશ્રી ખીમચંદભાઈ શેઠના
નાના ભાઈ) તા. ૧૭–૫–૭૩ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
• ઉમરાળાના ભાઈશ્રી મગનલાલ પોપટલાલ ચૈત્ર વદ ૧૧ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
• ગોંડલવાળા સુમનબેન (તેઓ પ્રીતમલાલ તારાચંદના ધર્મપત્ની) તા. ૧૪–૫–
૭૩ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
• રાજકોટના મણિલાલ જેસંગભાઈ પુનાતર (ઉ. વર્ષ ૮૧) તા. ૩–૪–૭૩ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
• નરશીપુરવાળા શાહ છોટાલાલ પીતાંબરદાસ કલોલ મુકામે ચૈત્ર વદી ૧૧ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
• બોટાદના બહેન મયુરીબહેન શાંતિલાલ કામદાર (તેઓ મંજુલાબેનના માતુશ્રી)
ચૈત્રવદ છઠ્ઠના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.