: ૩૮ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
સ્વ–સત્તામાંથી જ ધર્મની ઉત્પત્તિ થવાનું ગુરુદેવ સમજાવે છે; એવી સ્વ–સત્તાની પ્રતીત
વડે સમ્યગ્દર્શનાદિ કરીને સદાય મંગલ ઉત્સવ ઉજવીએ, એ જ ગુરુદેવ પ્રત્યે
સાચી શ્રદ્ધાંજલિ છે.
• કલકત્તા દિગંબર જૈનસમાજના મંત્રી શ્રી હિંમતસિહજીએ કહ્યું કે ગુરુદેવના
સાત દિવસના પ્રવચનો સાંભળી તટસ્થભાવે વિચાર કરતાં અનેક ભ્રાતિ અને શલ્ય
દૂર થયા છે. આપના પ્રવચનમાં પૂજા–ભક્તિ–વ્રત–તપનો ક્યાંય વિરોધ છે નહીં, તેની
સાચી સ્થિતિ આપ સમજાવો છો...આપ ચિરંજીવપણે અમને ધર્મલાભ આપ્યા કરો–
એમ ભાવના ભાવીએ છીએ.
• ચોરીવાડ (ગુજરાત) માં મુમુક્ષુઓએ ચૈત્ર સુદ તેરસે મહાવીર જયંતિ
આનંદથી ઉજવી હતી. પૂજન–ભક્તિ–પારણાઝૂલન વગેરે ઉપરાંત પાઠશાળાના
બાળકોને ઈનામની વહેંચણી થઈ હતી ને સૌએ વીરપ્રભુના પંથે ભગવાન થવાની
ભાવના ભાવી હતી.
• કલકત્તામાં વૈશાખ સુદ એકમના રોજ વડીઆવાળા ભાઈશ્રી જાદવજી
જેચંદની સુપુત્રી કુમારી આશાબેન (ઉ. વર્ષ ૨૩) પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે બદલ ધન્યવાદ.
• વૈશાખ સુદ બીજે કલકત્તા મુમુક્ષુમંડલ તરફથી ચાંદીમાં કોતરેલું
અભિનંદનપત્ર ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સ્વ. ભાઈશ્રી
ચંદ્રકાન્ત હરિલાલની સ્મૃતિમાં પ્રગટ થયેલ ‘સમ્યગ્દર્શન’ પુસ્તક પાંચમું પૂ. ગુરુદેવના
સુહસ્તે મુમુક્ષુઓને ભેટ આપવામાં આવ્યું હતું.
• આ વર્ષે દેશ–કાળની પરિસ્થિતિ અનુસાર, સોનગઢમાં ઉનાળાની રજાઓ
દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણવર્ગ ખોલવામાં આવ્યા નથી, તેમજ શ્રાવણ માસમાં
પણ શિક્ષણ વર્ગ ખોલવામાં આવનાર નથી. વિદ્યાર્થીઓએ પોતપોતાના ગામમાં જ
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીને રજાઓનો સદુપયોગ કરવા ખાસ ભલામણ છે; તેમજ
પોતપોતાના ગામની પાઠશાળાઓમાં પણ લાભ લેવો. જીવનમાં ઉત્તમ ધર્મસંસ્કાર
લેવા તે હિતનું કારણ છે.