: ૪૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
આપણા સૌરાષ્ટ્રની વાત–
સામે પાને છપાયેલ શિલાલેખનું ચિત્ર આપ જોઈ રહ્યા છો. આ શિલાલેખ
પ્રભાસપાટણ વેરાવળ (સોમનાથ)ના એક પોલીસસ્ટેશન પાસેથી તા. ૨–૪–
૧૯૫૮ના રોજ મળી આવ્યો હતો અને હાલમાં તે જુનાગઢમાં સક્કરબાગ–મ્યુઝીયમને
શોભાવી રહ્યો છે.
આ શિલાલેખ હાલની સ્થિતિમાં ૧૮”× ૧૬” છે; ડાબા હાથ તરફનો
તેનો લગભગ અડધો ભાગ નષ્ટ થઈ ગયો છે. શિલાલેખમાં ૨૫ લાઈનો છે; ભાષા
સંસ્કૃત છે.
• શિલાલેખની સાતમી લાઈન નીચે મુજબ છે–
न्नंदिसंधे गणेश्वराः। बभूवुः कुंदकुंदारव्याः साक्षात्कृतजगत्त्रयाः। १३
येषामाकाशगामित्वं त्या
આમાં નંદીસંઘના ગણેશ્વર તરીકે કુંદકુંદાચાર્યદેવને યાદ કરીને તેમને ‘ત્રણ
જગતને સાક્ષાત્ કરનારા’ કહ્યા છે, અને તેમની આકાશગામિત્વ ઋદ્ધિનો પણ સ્પષ્ટ
ઉલ્લેખ કર્યો છે.
• શિલાલેખની ૧૧ મી લાઈનમાં श्रीमत् नेमिजिनाधीश
तीर्थयात्रानिमित्ततः એવો ઉલ્લેખ છે, એટલે ગીરનારતીર્થની યાત્રા નિમિત્તે કોઈના
આગમનનો તેમાં ઉલ્લેખ છે.
• શિલાલેખની ૨૩મી લાઈનમાં, પશ્ચિમ સાગરના તીરે (એટલે કે
સોમનાથમાં) ચંદ્રપ્રભસ્વામીના જિનગૃહનો ઉલ્લેખ છે. અને તેમાં जयतात्
दिग्वाससां शासनं–એવો દિગંબર શાસનનો ઉલ્લેખ છે.
• સોમનાથના એક મંદિરમાં જૈનમૂર્તિ બિરાજમાન હોવાનો ઉલ્લેખ
બનારસના વિદ્વાન પં. શ્રી કૈલાસચંદજીએ પોતાના એક પુસ્તકમાં કર્યો છે.
• અત્યારે તો આપણે સૌરાષ્ટ્રમાંથી મળેલા આ શિલાલેખમાં
કુંદકુંદાચાર્યદેવનો ‘ત્રણ જગતને સાક્ષાત્ કરનારા’ તરીકેનો મહાન ઉલ્લેખ, તેમજ
તેમના આકાશ–ગામિત્વનો ઉલ્લેખ દેખીને પ્રસન્નતા થાય છે, ને ગીરનારતીર્થધામની
યાત્રાએ પધારેલા એ પ્રભુના નામનો શિલાલેખ આજે જુનાગઢમાં દેખીને કુંદપ્રભુના
જ દર્શન જેવો આનંદ થાય છે. આપ ગીરનારયાત્રાએ જાઓ ત્યારે એ શિલાલેખના
પણ દર્શન જરૂર કરજો.