Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 43

background image
: ૪ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
પ્રગટ કરે. બલ–વંત વીર્યવાન આત્મા છે કે જે સ્વબળ વડે રત્નત્રય પ્રગટ કરે છે. બળ
નામની એક ઔષધિ આવે છે તેમ આત્મામાં વીર્યબળરૂપ એવું ઔષધ છે કે જે સર્વ
કષાયરોગનો નાશ કરીને અવિકારી રત્નત્રયનું અને કેવળજ્ઞાનાદિ–ચતુષ્ટયનું અનંત
બળ આપે છે; રાગમાં એવું બળ નથી કે રત્નત્રય આપે. અનંત ગુણરૂપ જે
આત્મસ્વભાવ છે તેના જ આશ્રયે મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે. આવો સાચો
મોક્ષમાર્ગ વિચારીને તેનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ.
નિશ્ચયથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ જ મોક્ષમાર્ગ છે; બે
મોક્ષમાર્ગ નથી. ‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ એક નિશ્ચય મોક્ષમાર્ગ અને
એક વ્યવહાર મોક્ષમાર્ગ–એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે–એમ પં. ટોડરમલ્લજીએ
મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે. નિશ્ચય મોક્ષમાર્ગ સિવાય બીજા કોઈને મોક્ષમાર્ગ કહેવો તે
ખરેખર મોક્ષમાર્ગ નથી, પણ માત્ર ઉપચાર છે–એમ જાણવું. શુદ્ધઆત્મતત્ત્વને
જાણીને, શ્રદ્ધા કરીને, તેના અનુભવ વડે જ મોક્ષ પમાય છે, બીજો માર્ગ નથી....નથી.
પ્રવચનસારમાં કહે છે કે–અતીતકાળમાં ક્રમશ: થઈ ગયેલા સમસ્ત તીર્થંકર
ભગવંતોએ આ એક જ પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવ્યો, કેમકે બીજા પ્રકારનો
અભાવ હોવાથી તેમાં દ્વૈત સંભવતું નથી. એ રીતે શુદ્ધાત્માના અનુભવ વડે પોતે
કર્મનો ક્ષય કરીને તે સર્વે તીર્થંકરભગવંતોએ પરમ આપ્તપણાને લીધે ત્રણેકાળના
મુમુક્ષુઓને પણ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો અને પછી તેઓ મોક્ષને પામ્યા. માટે
નિર્વાણનો અન્ય માર્ગ નથી એમ નક્કી થાય છે. આ રીતે એક જ પ્રકારના સમ્યક્
માર્ગનો નિર્ણય કરીને આચાર્યદેવ કહે છે કે અહો! આવો મોક્ષમાર્ગ ઉપદેશનારા
ભગવંતોને નમસ્કાર હો.
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત્ત થયા, નમું તેમને.
શ્રમણો–જિનો–તીર્થંકરો એ રીતે સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.
શુદ્ધઆત્મઅનુભૂતિરૂપ જે નિશ્ચય રત્નત્રય તે સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ
નથી–નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણે સ્વરૂપ એક મોક્ષમાર્ગ છે, પણ જુદા–
જુદા ત્રણ મોક્ષમાર્ગ નથી. સમ્યગ્દર્શન હોય ત્યાં સમ્યગ્દર્શન સાથે હોય જ છે, અને ત્યાં
અનંતાનુબંધીકષાયના અભાવરૂપ ચારિત્રનો અંશ પણ હોય છે. આ રીતે શુદ્ધ–