Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 41

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
જેમ દેવોનું અમૃત પોતાના કંઠમાંથી જ ઝરે છે, બહારથી નથી આવતું, તેમ આ
ચૈતન્યસુખરૂપ અતીન્દ્રિય અમૃત આત્માના પોતાના અસંખ્યપ્રદેશમાંથી જ ઝરે છે, તે
ક્યાંય બહારમાંથી કે રાગમાંથી નથી આવતું.
ચૈતન્યસુખ કેવું છે?
દ્વંદ્વ રહિત છે; – જેમાં પોતાના ચૈતન્યતત્ત્વ સિવાય કોઈ બીજા સાથે જરાય
સંબંધ નથી; વળી ઉપદ્રવ રહિત છે; ચૈતન્યસુખમાં કોઈ ઉપદ્રવ નથી, બહારમાં સિંહ
ખાય કે શરીર બળે તોપણ ચૈતન્યસુખમાં કાંઈ વિઘ્ન થતું નથી. ચૈતન્યસુખમાં લીન
પાંડવોને બહારમાં શરીર બળતું હોવા છતાં તેમના ચૈતન્યસુખમાં ભંગ ન પડ્યો, તેઓ
તો ચૈતન્યસુખમાં લીનપણે કેવળજ્ઞાન પામ્યા. આવું ઉપદ્રવ વગરનું ચૈતન્યસુખ છે. વળી
તે ઉપમા રહિત છે, જગતના કોઈ પદાર્થ વડે ચૈતન્યસુખને ઓળખાવી શકાતું નથી.
ઈન્દ્રોની વિભૂતિ વડે પણ ચૈતન્યસુખના કોઈ અંશને સરખાવી શકાતો નથી. વળી આ
સુખ નિત્ય છે, આત્માના સ્વભાવી જ થયેલું હોવાથી તે નિત્ય છે, સંયોગના ફેરફારે
તેમાં ફેરફાર થઈ જતો નથી કેમકે સંયોગના આધારે તે સુખ થયું નથી. પોતાના
આત્માથી જ ઉત્પન્ન થયેલું છે, તેમાં કોઈ અન્ય દ્રવ્યની ભાવના નથી, બીજા કોઈનો
આશ્રય ચૈતન્યસુખમાં નથી. ચૈતન્યના આશ્રયે ચૈતન્યની ભાવનાથી આત્મા પોતે પરમ
સુખરૂપ થયો છે. – અહો, કેવું અદ્ભુત ચૈતન્યસુખ છે!
અહો, આવા ચૈતન્યસુખના અમૃત પાસે પુણ્યની શુભલાગણી પણ દુઃખરૂપ લાગે
છે, તેથી તેને પણ દોડીને સંતો ચૈતન્યચિંતામણિમાં જ ઉપયોગને એકાગ્ર કરીને
પરમાનંદને અનુભવે છે.
અહા, જૈન ગુરુઓના સમ્યક્ સેવન વડે અદ્ભુત ચૈતન્મહિમા જાણીને
અતીન્દ્રિયસુખ અમે ચાખ્યું ત્યાં હવે કોઈ પણ પરદ્રવ્ય કે રાગનો કોઈ અંશ અમને
અમારા સ્વરૂપપણે ભાસતો નથી. ચૈતન્યસુખથી ભરેલો આત્મા તે જ એક સ્વદ્રવ્યપણે
અનુભવાય છે. આવો અનુભવ એ જ સાચી ગુરુસેવા છે, એ જ ગુરુઆજ્ઞા છે.
અહો, અપાર મહિમાવંત તારો ચૈતન્ય આત્મા છે તેમાં જા ને પરથી ખસી જા...
એમ શ્રીગુરુ ફરમાવે છે. તે પ્રમાણે શ્રીગુરુની સેવાથી જેણે જાણી લીધું છે તે વિદ્વાન હવે
રાગનો કે પરનો મહિમા કેમ કરે? ચૈતન્યના અપૂર્વ મહિમાને જે જાણે છે તે જ સાચો
વિદ્વાન છે, ને તેણે જ ગુરુની આજ્ઞા પાળી છે. અહા, ચૈતન્યના શરણમાં જે શાંતિ આવે
છે તે શાંતિ ક્્યાંય કોઈ પરદ્રવ્યના શરણે આવતી નથી.