: ૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
જ્ઞાનીનું જ્ઞાન પરિણમનરૂપ છે, ગોખવારૂપ નથી.
(વીતરાગવિજ્ઞાન પ્રવચન ભાગ ૪ માંથી)
ભેદજ્ઞાન કરીને જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ્ઞાનીને અતીન્દ્રિય શાંતિનું વેદન થાય
છે. આવી શાંતિના વેદન વગર આત્માને કદી કષાયો શાંત પડે જ નહીં. ભલે ત્યાગી
થાય, વ્રત પાળે કે શાસ્ત્રોનું રટણ કરે, – એ તો બધું પોપટિયું જ્ઞાન (વાચા જ્ઞાન) છે.
પોપટિયું જ્ઞાન એટલે શું? તેનું દ્રષ્ટાંત –
એક હતો પોપટ.
તેના માલિકે તેને બોલતાં શિખડાવ્યું કે ‘બિલ્લી આવે તો ઊડી જવું.... બિલ્લી
આવે તો ઊડી જવું.... ’
એકવાર ખરેખર બિલાડી આવી, ને પોપટને મોઢામાં પકડ્યો; ત્યારે બિલાડીના
મોઢામાં પડ્યો– પડ્યો પણ તે પોપટ ગોખે છે કે ‘બિલ્લી આવે તો ઊડી જવું.... બિલ્લી
આવે તો... ’ – એ ગોખવું શું કામનું? એ ગોખણપટ્ટીથી કાંઈ પોતાની રક્ષા થતી નથી.
તેમ અંદર ચૈતન્યતત્ત્વ શું છે તેના ભાન વગર ‘શાસ્ત્રમાં આમ કહ્યું છે, રાગને
દુઃખદાયક કહ્યો છે. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો છે’ એમ પોપટની જેમ રટયા કરે, કે
અંદર તેવા વિકલ્પો કર્યાં કરે, પણ ખરેખર વિકલ્પથી પાર થઈને અંતરના
ચૈતન્યતત્ત્વમાં પરિણામ જોડે નહિ તો શાંતિ ક્્યાંથી થાય? બિલાડીના મોઢાની જેમ તે
વિકલ્પમાં જ ઊભો રહીને ગોખે છે કે ‘વિકલ્પથી જુદા પડવું.... જ્ઞાનરૂપ થવું.....
વિકલ્પથી જુદા પડવું....” –પણ ખરેખર જુદો તો પડતો નથી ને જ્ઞાનરૂપ થતો નથી, તો
એકલા શાસ્ત્ર ગોખ્યે કાંઈ સમ્યગ્જ્ઞાન થાય નહીં અંદર તેવા ભાવરૂપ પરિણમન થવું
જોઈએ.
જેની ચેતના રાગથી જુદી પડી ગઈ છે ને સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમન થયું છે તેણે
‘રાગથી જુદો છું.... ’ એમ ગોખવું ન પડે; જ્ઞાનને ટકાવવા વિકલ્પન ન કરવા પડે. જેમ
કોઈ પોપટને ‘બિલાડી આવે તો ઊડી જવું’ એમ બોલતાં ભલે ન આવડે, – પણ