Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૫ :
બિલાડીનો પ્રસંગ આવે ત્યાં પોતે દૂર ભાગી જાય તો તેની રક્ષા જ થાય છે; તેમ
શાસ્ત્રભણતર ભલે ઝાઝું ન હોય, પણ રાગ અને જ્ઞાનની ભિન્નતા જાણીને જેની
પરિણતિ ચૈતન્યભાવરૂપે પરિણમી ગઈ છે તેનું જ્ઞાન તો દરેક પ્રસંગે વિકલ્પથી જુદાપણે
ચૈતન્યભાવે જ વર્તે છે, એટલે જન્મ–મરણથી તેની રક્ષા થાય છે.
અરે, તારું સત્યસ્વરૂપ તો ઓળખ ભાઈ! આવો અવસર પામીને જો તારા
સત્યસ્વરૂપને તેં ન ઓળખ્યું તો તેં શું કર્યું? આત્માના જ્ઞાન વગર પશુના જીવનમાં ને
તારા જીવનમાં શો ફેર? અને તિર્યંચગતિમાં પણ જે જીવ ભેદજ્ઞાન કરે છે તે જીવ
પ્રશંસનીય છે, તે દેવ જેવો છે. અરે, જેણે પોતાના ચૈતન્યરસની મીઠાશ ચાખી તેને
રાગમાં કે પરમાં પોતાપણું માનવાનું ક્્યાં રહ્યું? ને તેમાં ક્્યાંય મીઠાશ ક્્યાં રહી?
ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય અતીન્દ્રિય આનંદની મીઠાશ છે જ નહિ. માટે ભેદજ્ઞાનવડે
જ્ઞાની પોતાના ચૈતન્યના પરમ ઉપશમરસનો સ્વાદ ચાખીને આખા જગતથી ને રાગથી
પણ ઉદાસીન વિરક્ત વર્તે છે. અહો, જેણે આવું ભેદજ્ઞાન કર્યું તેનો બેડો ભવથી પાર છે.
ભાઈ, સંસારમાં પુણ્ય – પાપનાં ફળ એ તો ચલતી – ફિરતી છાયા જેવા છે.
આજે મોટો ઝવેરી હોય ને કાલે ભીખારી થઈને પૈસા માંગતો હોય; આજે ભીખારી હોય
ને કાલે મોટો રાજા થઈ જાય, – એ ક્્યાં જ્ઞાનનું કામ છે? ને એમાં ક્્યાં કાંઈ નવું છે?
એ તો જડ–પુદ્ગલની રમત છે. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, તેમાં નથી તો પુણ્ય કે નથી
પાપ; પુણ્ય–પાપના કારણરૂપ રાગ પણ તેના જ્ઞાનસ્વભાવમાં નથી. આવા પોતાના
સ્વરૂપને કરોડો ઉપાયે પણ ઓળખવું, અને જગતના ઝંઝટ છોડીને અંતરમાં તેને
ધ્યાવવું – તે જ લાખો વાતોનો સાર છે. એના વગર બીજી લાખો વાતો ભલે કરે પણ
એ ‘વાતે વડા થાય તેમ નથી. ’ જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દ્રર્શન ને
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરતાં જન્મ–મરણના ફંદા છૂટી જાય છે, માટે તે જ સાર છે. આવા
સમ્યગ્દ્રર્શન–જ્ઞાન વગરની બીજી લાખો વાતો તે બધી અસાર છે, તેમાં કાંઈ સાર નથી.
માટે સ્વસન્મુખ થઈને આત્માને ધ્યાવ.
જુઓ, આ જ મુમુક્ષુએ કરવા જેવું કર્તવ્ય છે. – ક્્યારે? કે સદાય. ‘नित आतम
ध्यावो’ આત્માને સદાય પુણ્ય–પાપથી ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ ભાવવો. પુણ્યના ફળથી હું
સુખી ને પાપના ફળથી હું દુઃખી – એમ એક ક્ષણ પણ ન ભાવવું; પણ બંનેથી ભિન્ન
એવા પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને સદાય ભાવવો, તેની શ્રદ્ધા–જ્ઞાન કરીને