: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
કલકત્તા શહેરમાં જન્મજયંતી વખતે ત્યાંના ઉત્સાહી બાળકોએ
એક સચિત્ર રંગબેરંગી હસ્ત લિખિત ‘જ્ઞાનબીજ’ નામનો અંક
ગુરુદેવને અર્પણ કરેલ, તેમાંથી થોડોક નમૂનો અહીં આપ્યો છે.
બાળકોનો ઉત્સાહ અને ભાવા પ્રશંસનીય છે. – બ્ર. હ. જૈન
* હે ગુરુદેવ! આત્મસાધનાના પ્રયત્નથી ભરેલું આપનું જીવન આત્માર્થીઓને માટે
એક આદર્શરૂપ છે. આત્માની સાધના એ જગતનું સર્વોત્કૃષ્ટ અભિનંદનીય
કાર્ય છે.
* બંધુઓ, ભગવાનનો સર્વ ઉપદેશ “માં સમાય છે. તે “ દ્વારા ગુરુદેવ આપણને
એમ કહે છે કે “ના વાચ્યરૂપ શુદ્ધાત્મા, તેની તમે સ્વાનુભૂતિ કરો.
જેમ ઓમ માં બધી ભાષા સમાય છે તેમ સ્વાનુભૂતિમાં આત્માના બધા
ધર્મો સમાય છે. સ્વાનુભૂતિ તે જ જ્ઞાનબીજ છે.
* હે ગુરુદેવ! આપે અનેક આત્માર્થીઓને આત્મજીવન આપ્યું છે. આત્માર્થી
બાળકોના આપ જીવનરક્ષક છો. પરમવાત્સલ્યથી આપ અમને મોક્ષમાર્ગ પ્રત્યે
દોરી રહ્યા છો. ... આપશ્રીના ઊંડા– ઊંડા પવિત્ર અધ્યાત્મજીવનને ઓળખવાની
અને તેને અનુસરવાની અમને શક્તિ આપો.
* સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો આપો છો ઉપદેશ;
મિથ્યાત્વનો ધ્વંસ કરાવા આપો છો આદેશ;
જૈનધર્મનો મર્મ સમજાવી દૂર કર્યું અજ્ઞાન,
ભવસાગરથી તરવા અમને આપ્યું સમ્યગ્જ્ઞાન.
* હે નાથ! તમારી વાણી દ્વારા ચૈતન્યના અમૃતનું રસપાન કરતાં અમને મોક્ષ
જવાની એવી લગની લાગી છે કે હવે આ રાગ–દ્વેષથી ભરેલા સંસારમાં એક
ક્ષણ માટે પણ રહેવું ગમતું નથી. આપે અમને સાચું સ્વરૂપ બતાવ્યું છે.