: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
દ્રવ્યશ્રુતનું વાંચ્ય સમાય છે, કેમકે બધાય શ્રુતનો સાર તો શુદ્ધાત્મા છે. જે
જ્ઞાનમાં શુદ્ધાત્માનું ચલણ ચાલે છે, શુદ્ધાત્મસન્મુખ થઈને તેને જે જ્ઞાન વેદે છે,
તે જ્ઞાન રાગાદિભાવોથી જુદું જ રહેતું થકું તેને પરભાવરૂપે જાણે છે. જેટલું
કર્મફળનું વેદન છે તેને પણ જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન તે વેદનમાં તન્મય થતું
નથી. જ્ઞાન પોતે શાંતિમાં તન્મય રહીને, રાગાદિ કષાયોને દુઃખરૂપ જાણે છે.
જેટલો રાગ છે. તે તો જ્ઞાનીનેય દુઃખરૂપ જ છે; તે વખતે રાગથી જુદું જે જ્ઞાન
શુદ્ધાત્માને જાણતું વર્તે છે તે જ્ઞાનમાં આનંદની લીલા છે, તેમાં દુઃખ નથી, તે
દુઃખને વેદતું નથી. આમ બંને ધારા જુદી જુદી વર્તે છે, તેને જેમ છે તેમ જાણવા
યોગ્ય છે.
* જે ભાવશ્રુતજ્ઞાન શુદ્ધાત્માને પોતાના સ્વરૂપે જાણે તે રાગાદિભાવોને પોતાના
સ્વરૂપે કેમ જાણે? આનંદકંદ એવો ચૈતન્યહીરલો જ્યાં હાથ આવ્યો ત્યાં રાગાદિ
મલિનભાવોને હાથમાં કોણ પકડે? નિર્વિકારી ભાવમાં વિકારનું વેદન કેમ હોય?
નિર્વિકાર જ્ઞાનમાં વિકારના વેદનની અયોગ્યતા છે. ચૈતન્યના મધુર રસમાં
કર્મનો રસ કેવો? ચૈતન્યસન્મુખ થઈને તેને જાણનારું જ્ઞાન તો ચૈતન્યના રસને
જ વેદે છે, રાગના રસને તે વેદતું નથી. રાગ વખતે શુદ્ધાત્મજ્ઞાન જીવતું છે,
જ્ઞાનની હયાતી છે. – તે જ્ઞાનની અપેક્ષાએ તો જ્ઞાની મુક્ત જ છે... તેની પર્યાય
મિથ્યાત્વ રાગાદિભાવોથી છૂટી છે એટલે તે મુક્ત જ છે (જુઓ સમયસાર
કળશ ૧૯૮)
* અહા, પંચમકાળમાં પણ વીતરાગી અમૃતની નદી ચાલી રહી છે. ભગવાને જે
ઉપદેશ આપ્યો તે ઝીલીને, કુંદકુંદસ્વામીએ ભરતક્ષેત્રમાં તેનો પ્રવાહ વહેવડાવ્યો
છે... તે પ્રવાહ અત્યારે પણ ચાલી રહ્યો છે. અહો, એના મહિમાનું શું કહેવું?
જિનમંદિરોને સૂચના –
• જિનમંદિરમાં ચામડાની કોઈ પણ વસ્તુ (વાજિંત્ર વગેરે પણ) રાખવી ન જોઈએ,
વાજિંત્રમાં વપરાતું ચામડું ઘણું અશુદ્ધ હોય છે, ઢોરના પેટની અંદરના હોજરીના
• બીજું રાતના અંધારાના ભાગમાં પૂજનસામગ્રી–અભિષેક વગેરે ક્રિયાઓ
કરવાનો બધા શ્રાવકાચારમાં સ્પષ્ટ નિષેધ છે. જેમ રાત્રિભોજનનો નિષેધ છે તેમ
રાત્રિના ભાગમાં પૂજન – અભિષેકનો પણ નિષેધ છે. શુદ્ધ આમ્નાય જાળવવા
અને ત્રસહિંસાથી બચવા આ બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સૂર્યોદય પછી
જ તે ક્રિયાઓ કરવી જોઈએ.