Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
* અહો, પોતાનું ઉત્કૃષ્ટસ્વભાવી પરમ આત્મતત્ત્વ, તે સ્વદ્રવ્ય છે, તે સ્વદ્રવ્યના
અચિંત્ય–મહિમાને જાણતાં કોઈ પરદ્રવ્યના અવલંબનની બુદ્ધિ રહેતી નથી; કોઈ
પણ પરદ્રવ્યના અવલંબનને શુભ–અશુભ રાગ થાય, તે પરભાવ છે; તેથી
પરદ્રવ્યનું અવલંબન છોડીને જ્ઞાનાનંદરૂપ પરમ સ્વભાવનું પોતાનું અવલંબન
કરવું, તે જ ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. આવા વીતરાગમાર્ગમાં તો,
પોતામાંય જ્ઞાનાદિના ભેદનું અવલંબન પણ છોડવા જેવું છે ત્યાં પરના
અવલંબનની તો શી વાત? એકલા સ્વદ્રવ્યના અવલંબન સિવાય બીજા કોઈ
માર્ગે મુક્તિ નથી, નથી.
* પરસન્મુખ પર્યાયવડે સ્વદ્રવ્યની શુદ્ધતા જણાય નહિ, ને તે પર્યાય પોતે પણ શુદ્ધ
થાય નહિ. જે પર્યાય અંતર્મુખ થઈને જ્ઞાનકસ્વભાવની સેવા કરે છે –અનુભવ
કરે છે તે જ પર્યાય પોતે શુદ્ધ થયેલી જાણે છે કે આત્મદ્રવ્ય આવું શુદ્ધ છે.–આમ
ઉપાસના વડે આત્માની શુદ્ધતાને જાણે ત્યારે આત્મા પોતે શુદ્ધતારૂપે પરિણમે
છે,–તે તેને ‘શુદ્ધ’ કહેવામાં આવે છે. ત્યાં ભાવશ્રુતપર્યાય અભેદ થઈ ગઈ છે,
તેમાં કોઈ ભેદ–વિકલ્પ નથી.
* ભેદ વગરનું ભાવશ્રુતજ્ઞાન તે જ શુદ્ધાત્મજ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાતાપણારૂપે જ
પોતાને અનુભવતું જ્ઞાન, જ્ઞાતાથી ભિન્ન બીજા કોઈપણ ભાવને પોતાપણે વેદતું
નથી. અન્ય કોઈ ભાવ જ્ઞાનપણે અનુભવાય – એવી યોગ્યતા જ તેનામાં નથી.
* જ્ઞાનસ્વભાવમાં જે ગઈ છે તે જ પર્યાયમાં સ્વભાવનો મહિમા આવ્યો છે,
આત્મા પોતે તે વખતે તેવી ભાવશ્રુતપર્યાયરૂપે પરિણમ્યો છે; આત્મા પોતે કર્તા
થઈને તેને કરે છે. ભાવશ્રુતના પરિણમનમાં તો અનંતગુણની શુદ્ધતા ભેગી છે,
તેમાં કોઈ વિકલ્પ નથી, –ભેદ નથી. આવી દશાને અનુભૂતિ કહો, ભાવશ્રુત
કહો, શુદ્ધાત્મજ્ઞાન કહો, જ્ઞાયકભાવની ઉપાસના કહો.
* સમયસાર ગા. ૬–૭–૧૧–૧૩–૩૧–૩૮–૧૪૪ વગેરે અનેક ગાથામાં
ભિન્નભિન્ન પ્રકારે આ જ વાત ભરી છે. અહો, એનાં વાચ્ય બહુ ઊંડાં છે. એ
વાચ્યનો અનુભવ થવો જોઈએ. અહો, એની ગંભીરતાનો ને એના મહિમાનો
પાર નથી, અનુભવથી જ તેનો પાર પડી શકે છે, સમયસાર તો સમયસાર છે...
એમાં ભરેલા અમૃતના સાગર અમૃતચંદ્રદેવે ઉલ્લસાવ્યા છે.
* ભાવશ્રુતજ્ઞાન જ તેને કહેવાય છે જે જ્ઞાન શુદ્ધાત્માને જાણે. તે ભાવશ્રુતમાં સમસ્ત