Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 49

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
પરમાગમની મધુરી પ્રસાદી
સ્વાનુભૂતિના ઊંડાણમાંથી નીકળેલા ચૈતન્યસ્પર્શી ન્યાયો...
એના વાચ્યને લક્ષગત કરતાં અમૃતસાગર ઊલ્લસે છે.
[ગુરુદેવના પ્રવચનોમાંથી દોહન]
* આત્માના પરમસ્વભાવનું અવલંબન કરતાં સમસ્ત પરભાવો છૂટી જાય છે.
આત્માના અવલંબનરૂપ જે ધ્યાન છે તે જ સર્વ પરભાવના અભાવરૂપ હોવાથી,
સર્વસ્વ છે એટલે કે તે ધ્યાનમાં સામાયિક પ્રતિક્રમણાદિ સર્વે ધર્મો સમાય છે.
* આત્માના પરમસ્વભાવના અવલંબન વગર પરભાવનો ત્યાગ થઈ શકે નહિ.
આનંદ મૂર્તિ આત્મામાં એકાગ્ર થતાં જે શુદ્ધતા થઈ તેમાં પરમાર્થ વ્રત–તપ વગેરે
બધા આચાર સમાઈ જાય છે.
* અહા, ચૈતન્યવસ્તુ કોને કહેવાય? અનંત સ્વભાવથી ભરેલો આત્મા,–જેનું
અવલંબન કરતા કોઈપણ પરભાવ ન રહે, ને અનંતા ગુણો નિર્ણય ભાવરૂપે
પરિણમે, એવો મહાન પદાર્થ આત્મા છે. તેમાં સ્વસન્મુખ થયેલી પર્યાયમાં
અનંત ધર્મો સમાય છે.
* પોતાનું નિજતત્ત્વ, પરમભાવથી પરિપૂર્ણ, તેને જાણીને તેનું અવલંબન લેવું તે
અપૂર્વ ધર્મ છે. જીવે કદી પોતાના નિજતત્ત્વનું અવલંબન પૂર્વે લીધું ન હતું,
પરના જ અવલંબને શુભ–અશુભ પરભાવ જ કર્યાં હતા; તે પરભાવમાં ક્યાંય
ધર્મ કે શાંતિ નથી. આસન્ન ભવ્ય જીવ અંતર્મુખ થઈને પોતાના પરમતત્ત્વને
ધ્યાવે છે – તેમાં એકાગ્ર થાય છે – તેને સ્વના અવલંબને શુદ્ધતા થતાં અત્યંત
અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટે છે.
* તારે સમ્યક્ત્વાદિ ક્ષાયિકભાવ પ્રગટ કરવો હોય, ઉપશમભાવ પ્રગટ કરવો હોય,
તો અંતરમાં તારા પરમસ્વભાવને લક્ષમાં લઈને તેમાં પર્યાયને એકાગ્ર કર.
ભેદના પર્યાયના અવલંબને કાંઈ શુદ્ધતા થતી નથી. અભેદસ્વભાવના
અવલંબનરૂપ ધ્યાનમાં બધા ધર્મો સમાય છે.