Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
ક્રમબદ્ધ ઊપજતી પર્યાયને અનન્યપણું (તાદાત્મ્યપણું) પોતાના દ્રવ્ય સાથે છે ને
બીજાથી તેને ભિન્નપણું છે – આમાં તો ભેદજ્ઞાનનો મહા વીતરાગી સિદ્ધાંત છે.
જુઓ, આત્માની પર્યાયને આત્મદ્રવ્ય સાથે અનન્યપણું છે; હવે આત્મદ્રવ્ય તો
શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ છે; તે ચૈતન્યસ્વભાવમાં તન્મય થયેલી પર્યાય પણ ચૈતન્યભાવ
રૂપ જ હોય, ને ચૈતન્યભાવમાં રાગાદિનું કર્તાપણું રહે નહિ; એટલે દ્રવ્યસ્વભાવમાં જેણે
તન્મયપણું સ્વીકાર્યું તેની પર્યાયોનો ક્રમ શુદ્ધ ચૈતન્યભાવરૂપ જ હોય ને તેને રાગનું
અકર્તાપણું જ હોય. ચૈતન્યદ્રવ્ય સાથે તન્મય પરિણમેલી પર્યાય રાગ સાથે તન્મય થાય
નહિ.–ધર્મીજીવ પોતાના સ્વભાવના આશ્રયે આવી ચૈતન્યમય ક્રમબદ્ધ પર્યાયરૂપે
પરિણમતો થકો મોક્ષને સાધે છે.–આવું ફળ આવે તેણે જ જીવ–અજીવના
ક્રમબદ્ધપરિણામની ને સર્વજ્ઞની સાચી શ્રદ્ધા થઈ છે; એકલા પરિણામની શ્રદ્ધા નથી;
પરિણામ સાથે અભેદ વર્તતા દ્રવ્યસહિત તેની પર્યાયને જાણે છે. પર્યાય સાથે દ્રવ્યનું
અનન્યપણુંકહીને આચાર્યભગવાને ઘણું રહસ્ય ખોલ્યું છે. અંદર આત્માનો જ્ઞાન
સ્વભાવ શુંચીજ છે તે બેઠા વગર એક્કેય વાતનું સાચું રહસ્ય સમજાય તેમ નથી. અને
જ્ઞાનસ્વભાવમાં સ્વસન્મુખ થઈને આ વાતનું રહસ્ય જે સમજ્યો તે તો ન્યાલ થઈ જાય
છે! તેને ભવના છેડા આવી જાય છે ને મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે.
જે અજીવનું કર્તાપણું પોતામાં માને અથવા રાગમાં તન્મય થઈને તેના કર્તાપણે
પરિણમે, અને કહે કે અમને ક્રમબદ્ધપર્યાયની ઓળખાણ છે અથવા પર્યાયને દ્રવ્ય સાથે
અમે અનન્ય માનીએ છીએ,–તો તેની વાત સાચી નથી. એણે દ્રવ્યસ્વભાવને જાણ્યો જ
નથી, ને પરથી ભિન્નતા પણ જાણી જ નથી. દ્રવ્યસ્વભાવ સાથે અનન્યપણું માનતાં તો
પર સાથે કર્તાકર્મની મિથ્યાબુદ્ધિ છૂટીને પર્યાય અંતરમાં સ્વ–સન્મુખ થઈને સમ્યક્ત્વાદિ
શુદ્ધભાવરૂપ પરિણમી જાય છે. એમાં બીજા કોઈની અપેક્ષા રહેતી નથી.
જીવની જેમ અજીવની પર્યાયો પણ અન્યની અપેક્ષા વગર, પોતાના સ્વદ્રવ્યમાં
જ કર્તાકર્મપણે થાય છે.
અહો, નિરપેક્ષ વસ્તુસ્વરૂપ... તે જેના જ્ઞાનમાં બેઠું તેનું જ્ઞાન તો જગતથી
નિરપેક્ષ થઈને આત્મામાં વળી ગયું... આત્માના આનંદને વેદતું – વેદતું તે મોક્ષ
તરફ ચાલ્યું.