Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
નનું મહાન સૌભાગ્ય છે કે અમે આપના પરિવારના થયા. હવે સદાય આપની
સાથે ને સાથે રહીને, આપની મંગળ છાયામાં આપના આશીર્વાદથી સમ્યક્ત્વાદિ
આત્મલાભને પ્રાપ્ત કરીએ, ને ચોરાસીના ફેરાથી છૂટીએ... એવી પ્રાર્થના
કરીએ છીએ.
* અહો, મુનિરાજની દશા! વન – જંગલની વચ્ચે વાસ, અંતરમાં અનંતગુણોના
અભેદપિંડમાં વાસ; બહાર શીતળ હવાથી લહેરાતું વાતાવરણ, અંદરમાં ઊઠતી
શાંતપરિણતિની શીતળ લહરીઓ; બહારમાં ધન – વસ્ત્ર ઘરબારનો ત્યાગ,
અંદર શુદ્ધ રત્નત્રયનાં મહા નિધાન; બહારમાં શત્રુ – મિત્ર પ્રત્યે સમભાવ. અંદર
અનંત ગુણની અભેદ પરિણતિરૂપ સમભાવ; કેવી – અદ્ભુત છે – આ
જૈનમુનિની દશા! એવા મુનિને અમારા લાખો – કરોડો વંદન હોજો.
કાયાસે મમતાકો ટારી, કરતે સહન પરિસહ ભારી,
પંચ મહાવ્રતકે હો ધારી, તીન રતનકે બને ભંડારી.
આત્મસ્વરૂપમેં ઝુલતે... . કરતે નિજ આતમ ઉદ્ધાર....... કિ તુમને છોડા સબ સંસાર.
* વનમાં રહેતા હોવા છતાં મુનિનો સાચો વાસ તો અનંતગુણધામ નિજ આત્મામાં
છે; તેમને કદી એમ એકલાપણું નથી લાગતું કે તેઓ વનમાં રહે છે.... તેમને તો
એમ જ છે કે અમે અમારા નિજ અંતરમાં અનંતગુણના કુટુંબ સાથે આનંદથી
રહીએ છીએ. આ રીતે મુનિ નિજધામમાં જ વાસ કરીને નિજ આત્મવૈભવને
ભોગવે છે; બહારના વૈભવ સાથે તેમને કાંઈ જ સંબંધ નથી. આવા મુનિવરો
નિસ્પૃહપણે જગતના જીવોને આત્મહિતનો ઉપદેશ આપે છે. –જાણે અમૃત ઝરતું
હોય! આવા આત્મવૈભવધારી મુનિવરોને કોટિકોટિ વંદન......અને આપણે પણ
એવી મુનિદશા પ્રાપ્ત કરીએ એવી અંતરની ભાવના.
* હે આત્મા! તું અનંત ગુણોના વૈભવથી ભરેલો ચૈતન્યરાજા છો. ચૈતન્યરાજા
થઈને પણ તું એક ભીખારીની જેમ પર પાસેથી સુખ લેવા માટે શુભાશુભ
ભાવો પાછળ કેમ ફરી રહ્યો છે! અનાદિ કાળથી તારા ખરા સ્વરૂપ તરફ તેં
ધ્યાન નથી દીધું.
સિદ્ધ ભગવાનને જો! તેઓ પોતાની મોક્ષદશામાં બિરાજી રહ્યા છે ને
પરમ સુખ મ્હાલી રહ્યા છે. તે પણ તારી જેમ જ અનંત ગુણના પિંડ