Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 49

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આત્મા છે, તેમણે પોતાના ખરા સ્વરૂપને ઓળખીને તે પ્રગટ કરી લીધું છે.
સુખી થવા માટે તું પણ એમ કર.
* હે ભવ્ય જીવ! તારા આત્મામાં અને સિદ્ધભગવંતોના આત્મામાં જરાય તફાવત
નથી; તો પછી સિદ્ધભગવંતો શા માટે મોક્ષસુખમાં, ને તું શા માટે સંસાર
દુઃખમાં! તેનો વિચાર કર. તેનું કારણ એ જ છે કે સિદ્ધ ભગવંતોએ પોતાના
આત્માનું સાચું સ્વરૂપ ઓળખીને પોતાનું સાચું સુખ પ્રગટ કર્યું છે; જ્યારે તું
સુખ પ્રગટ કરવા તારા સાચા સ્વરૂપ તરફ ધ્યાન ન આપતાં પરની પાસેથી
આશા રાખી રહ્યો છે. પરની સામે ધ્યાન રાખવાથી સુખ કદાપિ પ્રાપ્ત થવાનું
નથી – કેમકે તેમાં તારું સુખ નથી. સુખ નથી. સુખ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે
જીવ પોતાના આત્માના સાચ સ્વરૂપને ઓળખે અને તેમાં એકાગ્ર થઈને તે
પ્રગટ કરે.
* હે જીવ! તું એમ સમજે છે કે પરની સામે જોવાથી સુખની પ્રાપ્તિ થાય છે, પણ તે
ખોટું છે. તારો આત્મા પરમ સુખનો દરિયો છે, તેમાં જોતાં સુખ થાય છે.
તું ચૈતન્યરાજા સુખસમૃદ્ધિથી ભરપૂર હોવા છતાં, પરની પાછળ પડ્યો છે
ને પર પાસે સુખની ભીખ માંગી રહ્યો છે, – એ એક ઘણી જ દુઃખદાયક અને
ઘણી જ શરમજનક વાત છે.
પરમાંથી તને સુખ મળે એ ત્રણકાળમાં શક્્ય નથી. જ્યારે તે શક્ય નથી
તો શા માટે નકામો પર પાસે ભીખ માંગવા જાય છે? તારે તો તારા ચૈતન્યપૂર્ણ
આત્માને ઓળખીને તેને અનુભવવો જોઈએ.–તેથી તને પણ સિદ્ધ ભગવંતોની
જેમ પૂર્ણસુખની પ્રાપ્તિ થશે. પરમાંથી સુખ લેવાનું–કે જે અશક્્ય છે–તેની પાછળ
નકામી જીંદગી ગુમાવવા કરતાં, સ્વમાંથી સુખ લેવાનું – કે જે શક્્ય છે – તેનો
ઉદ્યમ કર ને! અત્યારે સમય છે માટે ઝટ કરી લે.
* એક માણસની તિજોરીમાં કરોડો સોનામહોર પડી છે, પણ તેનું ભાન ન હોવાથી
તેનો દીકરો બહારના માણસો પાસે ભીખ માંગે છે, પોતાની તિજોરીમાં જ જે
મિલ્કત છે ને જેનો પોતે માલિક છે – તેની તેને ખબર નથી. તેમ આત્મા પણ
પોતાની પાસે અંતરમાં અનંતગુણની સંપત્તિ ભરી હોવા છતાં, પોતાની સંપદાની
તેને ખબર નથી એટલે સુખ – શાંતિ – જ્ઞાન આનંદ માટે તે બહારના