Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧પ :
વિષયોની ને રાગની રુચિ કરીને તેની પાસે ભીખ માંગી રહ્યો છે, પોતામાં જ જે
સુખસંપત્તિ છે તેને ભોગવતો નથી.
જેમ તે કરોડપતિના દીકરાના કોઈ સંબંધી–હિતસ્વી, કે જેને તેની મૂડીની
ખબર છે, તે તેને કહે કે ભાઈ, તું ધન વગરનો નથી, તારી પાસે તો
સોનામહોરોના ઢગલા છે. જો આ તિજોરીમાં સોનામહોરો ભરી છે તે તારી જ
છે, તું જ તેનો માલિક છો. –તે સાંભળીને અને પોતાની અપાર સંપત્તિ દેખીને તે
કેવો આનંદમાં આવી જાય છે! તેમ અહીં જીવના પરમ હિતસ્વી જ્ઞાની સંતો
અનંત ચૈતન્યસંપદાને દેખીને કહે છે કે હે જીવ! તું ગરીબ દુઃખી નથી,
જ્ઞાનસુખની અનંત સંપત્તિ તારામાં ભરી છે. જે સુખ મેળવવા માટે તું બહારમાં
પરવસ્તુમાં ફાંફાં મારે છે તે તો તારામાં જ ભરપૂર ભર્યું છે. જે અનંત જ્ઞાન –
સુખસ્વભાવ છે તે તારો જ છે, તું જ તેનો માલિક છો. બહાર ક્્યાંય શોધવા
જવું પડે તેમ નથી, અંદર તારામાં જ દેખ. અહા! જ્ઞાની – સંતોની આ વાત
સાંભળતાં ને પોતાની અનંત ચૈતન્યસંપદા પોતામાં દેખતાં જીવને કેવો અદભુત
મહાન પરમ આનંદ થાય છે!
* વાહ રે વાહ! આત્મા તું સાચો મહાત્મા છો...... જ્ઞાયક તે જગતનો નાયક છે.
જ્ઞાયકભાવથી ભરેલો પરમ આનંદથી પૂરો, અને ઈંદ્રિયોથી પાર એવો મહાન
અતીન્દ્રિય પદાર્થ આત્મા પોતે છે. આવા મહાન ચૈતન્યની અનુભૂતિથી ઊંચું કે
સુંદર જગતમાં બીજું કાંઈ જ નથી.
* આત્માની આનંદસાધનામાં જગતની કોઈ વસ્તુ બાધક થતી નથી તો ક્રોધ કોના
ઉપર કરવો?
આત્માની આનંદસાધનામાં જગતની કોઈ વસ્તુ સહાયક થતી નથી તો
રાગ કોના ઉપર કરવો?
* જ્ઞાનીની સેવા રાગ વડે થતી નથી, જ્ઞાનીની સેવા જ્ઞાનવડે જ થાય છે. રાગથી
ભિન્ન જ્ઞાનરૂપે જે પરિણમ્યો તેણે જ જ્ઞાનીની સાચી સેવા કરી.
* મોક્ષ એટલે સુખ.... તેનો માર્ગ તે પણ સુખ.
રાગ તે દુઃખ છે... તે સુખનો માર્ગ નથી.