: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
રાગને મોક્ષનો માર્ગ માનવો તે તો દુઃખને દુઃખને સુખ માનવા જેવું છે.
રાગ તે સુખનો માર્ગ નથી, રાગ તો દુઃખનો માર્ગ છે.
રાગથી રહિત જ્ઞાનસ્વરૂપ આત્માને સાધવો તે સુખનો માર્ગ છે.
* આનંદધામમાં શોક શા? સુખધામમાં દુઃખ શા?
જ્ઞાનધામમાં રાગ શા? મુક્તિમાર્ગમાં મુંઝવણ શી?
* જૈનધર્મનો સાચો મર્મ...... શુદ્ધભાવથી તૂટે કર્મ.
આતમતત્ત્વ જગમાં અજોડ..... લક્ષને જોડ, ભવને તોડ.
સંતોની વાત ટૂંકી ને ટચ...... સ્વમાં વસ, પરથી ખસ.
લાખ વાતની એક જ વાત..... લખ આતમને તું હે ભ્રાત!
* શાંત – ચૈતન્યરસથી ભરેલા તારી નિર્મળપર્યાયરૂપી કળશ વડે તું તારા
પરમાત્માનો અભિષેક કર.... જેથી તારા પરભાવરૂપી મેલ ધોવાઈ જશે.
* ગુરુ – પારસમણિના જ્ઞાનસ્પર્શદ્વારા અમારું અજ્ઞાન દૂર થાઓ..... સમ્યક્ત્વાદિ
સુવર્ણભાવ જાગૃત થાઓ.
* શ્રીગુરુ એવો ચૈતન્ય – પારસમણિ બતાવે છે કે જેનો સ્પર્શ થતાં પરિણતિ પણ
તેના જેવી જ બની જાય છે.
[ઉત્તમ ભાવનાપૂર્વક આવું ધાર્મિક લખાણ લખવા બદલ બાળકોને ધન્યવાદ.]
એક બીજ ગઈને બીજી મંગળ બીજ નજીક આવી રહી છે ત્યારે આ ‘જ્ઞાનબીજ’
સૌને ગમશે.... બીજને સાચી રીતે ઉજવવા ‘જ્ઞાનબીજ’ પ્રગટ કરો.
સહેલું
જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ પણ છોડવું – એકદમ સહેલું કેમ પડે છે?
કેમકે, તેનાં કરતાં જુદી જાતનું, ઘણું ઊંચું – મહાન – શાશ્વત આનંદમય
ચૈતન્ય રાજ તેણે પોતામાં પ્રાપ્ત કર્યું છે. તે ચૈતન્યરાજ પાસે ચક્રવર્તીનું રાજ પણ
છોડવું સહેલું છે.