: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
જીતો ક્ષમાથી ક્રોધને
રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેવીએ
અરે જીવ! ક્રોધ તારો સ્વભાવ નથી, શાંતિ તારો સ્વભાવ છે.
શાંતિના તારા સમુદ્રમાં ક્રોધવડે તું આગ ન લગાડ. શાંતરસના તારા
ચૈતન્યસમુદ્રમાંથી કાંઈ રાગ – દ્વેષના તણખા ન નીકળે... . એમાંથી તો
શાંતિ અને સુખના વીતરાગી અમૃત નીકળે, તારા ક્ષમાદિ ભાવોમાં
અનંતી તાકાત છે તેને સંભાળ, ને ક્રોધાદિને જીતી લે. અજ્ઞાનને લીધે
રાગાદિ પરભાવની આગમાં તું સદા બળી રહ્યો છે, ભાઈ! હવે તારા
શાંત ચૈતન્યસમુદ્રમાંથી અમૃત પી..... ને એ અમૃતના પાનવડે રાગને
આગને બુઝાવી નાંખ.
[નિયમસાર ગાથા ૧૧પ તથા છહઢાળા – પ્રવચનમાંથી]
આત્માના પરમ શાંતસ્વભાવના સેવન વડે જ ક્રોધાદિ કષાયોને જીતી શકાય છે.
અરે જીવ! તું તો સર્વજ્ઞસ્વભાવી મહાન તત્ત્વ પરમ શાંતરસનો સમુદ્ર છો... છતાં
રાગની આગમાં કેમ બળી રહ્યો છો? ભાઈ, તેનાથી જુદો પડીને તારા સમતારસનું
સેવન કર.
જરાક પ્રતિકૂળતા આવે કોઈ, નિંદા કરે, ગાળ દે, હલકા આળ નાંખે ત્યાં તને
ક્રોધની આગ કેમ ભભૂકી ઊઠે છે? – એમાં તો તારો આત્મા દાઝે છે. બીજા નિંદા કરે
તેથી કાંઈ તને નુકશાન થઈ જતું નથી, તારા ક્રોધથી તને નુકશાન થાય છે. માટે
ક્ષમારૂપી ચૈતન્યના શાંતરસ વડે ક્રોધાગ્નિે બુઝાવ. અહો, પરમ શાંતરસમય ક્ષમા, તે
તારા ચૈતન્યનું સ્વરૂપ છે, તે વીતરાગી સમતારસનો સ્વાદ લે. આ ચૈતન્યની ક્ષમાના
શાંતરસના સ્વાદ પાસે, ક્રોધાદિ કષાયભાવો તો તને અગ્નિ જેવા લાગશે. શાંતિના
હિમાલયની ઠંડકમાંથી બહાર નીકળીને ક્રોધના અગ્નિમાં કોણ જાય? અહીં ક્રોધનું દૃષ્ટાંત
છે, તેની જેમ સમસ્ત અશુભ કે શુભ રાગરૂપ જે વિભાવભાવો છે તે બધાય ચૈતન્યની
શાંતિ પાસે તો આગ જેવા છે. અજ્ઞાની ચૈતન્યને ભૂલીને સદા રાગની આગમાં