Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 49

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
બળી રહ્યો છે. જ્ઞાનીને પણ જેટલો રાગ છે તેટલી અશાંતિ છે. રાગ તે આગ છે, તેના
વગરની વીતરાગી ચૈતન્યશાંતિ તે આત્માનું સ્વરૂપ છે. હે ભાઈ! વીતરાગી સમતારૂપી
જળવડે તું રાગની આગને બુઝાવ. હે ભાઈ! ક્ષમાવડે તું ક્રોધને જીતી લે. શાંતરસના
દરિયાથી ભરેલું આ ચૈતન્યતત્ત્વ, તેના અનુભવમાં કોઈ કષાય કે કોઈ રાગ–દ્વેષ સમાય
નહીં, એટલે તેનો અનુભવ કરતાં કષાયો જીતાઈ જાય છે.
શાંતિમાં તો રાગાદિ છે જ નહિ. ધર્માત્માને જેટલી શાંતિ પ્રગટી છે તે તો
કષાયથી જુદી જ છે, તે શાંતિમાં દુઃખનું વેદન નથી; પણ હજી જેટલો રાગ છે, જેટલા
ક્રોધાદિ કષાયો છે તેટલું દુઃખનું વેદન પણ છે; તેને ધર્મી કલેશરૂપ સમજે છે. આમ
ધર્મીને એકબાજુ વીતરાગી શાંતિનું વેદન છે ને એકબાજુ સંસારનો કલેશ પણ છે, –
બંને ધારા એકબીજાથી વિરુદ્ધ જાતની હોવા છતાં ધર્મીને એકસાથે તે બંને ધારા વર્તે છે,
– એવી આશ્ચર્યકારી ધર્મીની દશા છે.
એકકોર સિદ્ધ જેવો અતીન્દ્રિય મહા આનંદ પણ વર્તે છે, સાથે કષાયોનો કલેશ
પણ વર્તે છે; જ્ઞાનભાવથી કષાયભાવ જુદો છે –એમ ધર્મી જાણે છે, છતાં જે અલ્પ પણ
કષાય છે તે ચૈતન્યની શાંતિની પૂર્ણતાને અટકાવે છે ને કલેશ આપે છે. આમ ધર્મીજીવ
પોતાની દશાના બંને પ્રકારોને જેમ છે તેમ બરાબર જાણે છે; ને વીતરાગી ક્ષમાદિ ભાવો
વડે ક્રોધાદિ પરભાવોને તે દૂર કરે છે, – તેને ક્રોધાદિના અભાવ રૂપ સામાયિક હોય છે.
સામાયિકમાં તો પરમ શાંતિ છે.
અરે, અંદરના ચૈતન્યપાતાળ ફાટીને તેમાંથી જે વીતરાગી શાંતિ નીકળી, તે
શાંતિની શી વાત! ચૈતન્યમાંથી આવેલી એ અપાર શાંતિને કોઈ પ્રતિકૂળ સંયોગો
ડગાવી શકે નહિ; કોઈ સંયોગો તે શાંતિને હણી શકે નહિ. જુઓને, શત્રુંજય પર
ચારેકોર અગ્નિના ભડકા પણ પાંડવોની શાંતિને હણી શક્યા નહિ; એ તો ચૈતન્યની
શાંતિના બરફ વચ્ચે બેઠા હતા.
પોતાની પરિણતિને અંતરમાં એકાગ્ર કરીને તેમાં ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ નિજ આત્માને
ધારણ કર્યો ત્યાં હવે તે પરિણતિમાં ક્રોધાદિનો અવકાશ જ ન રહ્યો, એટલે ત્યાં ખરેખર
ક્ષમા, સામાયિક અને ‘પ્રાયશ્ચિત્ત’ છે, ઉત્કૃષ્ટ જ્ઞાનપરિણતિ થઈ તે પોતે જ પ્રાયશ્ચિત
છે, તેમાં સર્વ દોષનો અભાવ છે. અંતર્મુખ પરિણતિએ ક્રોધાદિ ભાવને ધારણ ન કરતાં,
પોતામાં પોતાના ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવને ધારણ કર્યો, તે જ પ્રાયશ્ચિત્ત છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને