ગઈ, આવી પરિણતિ તે પોતે સામાયિક છે.
તો ચૈતન્યના શાંતરસમાં ઠર્યો હતો. શાંતરસમાં લીનતા આડે કોઈ વિકલ્પનો અવકાશ
ન રહ્યો, ને પરમ વીતરાગી ક્ષમા ધારણ કરીને કેવળજ્ઞાન પામીને, શત્રુંજય પરથી મોક્ષ
પામ્યા; અત્યારે પણ ત્યાં જ ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે, ને અનંત કાળ સુધી
અનંત વીતરાગી સુખમાં જ લીન રહેશે. પર્યાયમાં જે અનંતસુખ વગેરે પ્રગટે છે તે
બધુંય સ્વભાવમાં ભર્યું છે. આવા સ્વભાવને શ્રદ્ધામાં – જ્ઞાનમાં – ચારિત્રમાં સ્વીકારવો
તે જ સર્વ દોષના અભાવરૂપ ને શુદ્ધ જ્ઞાનના પ્રકાશરૂપ પ્રાયશ્ચિત્ત છે. ધર્મીજીવને
પોતાના પરમતત્ત્વની પ્રાપ્તિથી પરમ સંતોષ થયો, સ્વાનુભૂતિથી પરમ તૃપ્તિ થઈ, ત્યાં
પરદ્રવ્યની આશા ન રહી, લોભ ન રહ્યો – આ રીતે પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષ વડે
જ લોભ વગેરેને જીતી શકાય છે.
ચૈતન્યસુખનો ઢગલો અમને પ્રગટ થયો છે, સહજ સુખથી ભરેલો ચૈતન્યચમત્કાર
આત્મા અનુભવમાં આવ્યો છે; આવા આત્મસુખને અમે સર્વદા અનુભવીએ છીએ, અને
એનાથી વિરુદ્ધ ભવસુખના (–ખરેખર ભવદુઃખના) કારણરૂપ પરભાવોને અમે
આત્માની શક્તિથી સર્વ પ્રકારે છોડીએ છીએ; કાયાને અને માયાને (–કાયા તરફના
ભાવોને) છોડીને, અમારી પરિણતિને અમે ચૈતન્યસુખમાં જોડી દીધી છે. અરે, અમારી
આવી સહજ આત્મસંપદા – કે જે અમારા હૃદયમાં જ છે ને અમારી સ્વાનુભૂતિનો જ
વિષય – છે – તેને પૂર્વે એક ક્ષણ પણ અમે જાણી ન હતી; હવે આનંદમય ધ્યાનવડે
અમારી આવી અદ્ભુત આત્મસંપદાને અમારા અંતરમાં અમે પ્રગટ સ્વસંવેદનથી જાણી
છે, ને તેને જ સદાય અનુભવીએ છીએ.