સમુદ્ર ઉલ્લસે છે. બાપુ! આ જીંદગીનું આયુષ્ય તો મર્યાદિત છે તે ક્ષણેક્ષણે ઘટતું જાય છે,
ને તારો વખત બહારનાં કામમાં ચાલ્યો જાય છે. કરવાનું આ ખરૂં કામ બાકી રહી જાય
છે, – તો જીવનમાં તેં શું કર્યું? અરે, આત્માના કલ્યાણ વગર જીવનું ચાલ્યું જાય તો તે
શું કામનું? આત્માનું સમ્યક્ જ્ઞાન કરવું તે જ્ઞાનની ખરી કળા છે, તે જીવનમાં કરવા
જેવું કામ છે ને તે જ ભણવા જેવું ભણતર છે. આત્માના અતીન્દ્રિય આનંદને સ્પર્શીને
જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાન મોક્ષને સાધે છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાનમાં
આત્માનો અતીન્દ્રિય આનંદ છે. જેમ ક્ષીરણસાગર તે દૂધનો દરિયો છે. (એનું પાણી જ
દૂધ જેવું છે) તેમ ચૈતન્યસમુદ્ર આત્મા તે આનંદનો મહા સમુદ્ર છે, તેમાં સન્મુખ થતાં
આનંદના હીલોળા પર્યાયમાં ઊંછળે છે. જે આનંદનો દરિયો હોય તેના મોજાં પણ
આનંદરૂપ જ હોય ને? વીતરાગચારિત્રવત મુનિઓ.... તે તો સિંહ જેવા સંતો,
ચૈતન્યના આનંદની મસ્તીમાં મસ્તપણે વનમાં વસતા હોય છે. અંદર ચૈતન્યરસનો
સ્વાદ લેવામાં અવિચલપણે એવા ચોંટયા છે કે ઉપસર્ગાદિથી પણ ડગતા નથી. અહા,
ચૈતન્યના આનંદને સાધનારા આવા સંતોને નમસ્કાર છે. સમ્યગ્દ્રષ્ટિ ને પણ આત્માના
આવા આનંદનો અનુભવ છે; ભલે થોડો, પણ મુનિ જેવા અતીન્દ્રિય આત્મ આનંદનો
સ્વાદ સમ્યગ્દ્રર્શનમાં ધર્મીને આવ્યો છે. વાહ, ધન્ય અવતાર! આત્માના આનંદને
સાધીને એણે અવતારને સફળ કર્યો છે.
આત્મા, તેમાંથી સમ્યક્ત્વના કળશ ભરી–ભરીને આનંદજળથી તારા આત્માનો
અભિષેક કર....આનંદના સમુદ્રમાં આત્માને તરબોળ કર. ભાઈ, અત્યારે આવા
કલ્યાણનો અવસર છે. અહા, સીમંધર પરમાત્મા પાસેથી આવો ઊંચો માલ લાવીને
કુંદકુંદાચાર્યદેવે આ ભરતક્ષેત્રેના જીવોને આપ્યો છે. ધર્મના આડતિયા તરીકે આવો
ઊંચો માલ લાવ્યા છે. અહો, ભરતક્ષેત્રના સંત....તેમણે સદેહે વિદેશક્ષેત્રની યાત્રા
કરીને સાક્ષાત પરમાત્માના ભેટા કર્યાં; તેમણે બતાવેલો આ માર્ગ છે. તેઓ
ભરતક્ષેત્રમાં જૈનશાસનની પ્રભાવના કરનારા મહાન સંત છે. તેમણે દર્શાવેલો માર્ગ
અત્યારે ચાલી રહ્યો છે.