Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 49

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
સાચા કર્તવ્યની પ્રેરણા
જીવવું હોય તો રત્નત્રય – જીવન જીવો.....રાગ–જીવન નહીં.
કરવું હોય તો આત્મહિતનું કાર્ય કરો.....સંસારનું નહીં.
ભોગવવું હોય તો વીતરાગી – આનંદને ભોગવો.....વિષયોને નહીં.
વસવું હોય તો નિજસ્વરૂપમાં વસો.....શરીરમાં નહીં.
મરવું હોય તો સમાધિ–મરણે મરો.....અજ્ઞાનથી નહીં.
જોવું હોય તો નિજસ્વરૂપને જુઓ.....સિનેમા નહીં.
લડવું હોય તો મોહસામે લડો.....પાડોશી સામે નહીં.
રક્ષા કરવી હોય તો આત્મભાવની રક્ષા કરો.....રાગની નહીં.
રહેવું હોય તો સ્વસમયમાં રહો.....પરસમયમાં નહીં.
સેવા કરવી હોય તો જૈનધર્મને સેવો.....અન્યને નહીં.
વાંચવું હોય તો વીતરાગ – સાહિત્ય વાંચો.....રાગપોષક નહીં.
ભણવું હોય તો વીતરાગવિજ્ઞાન ભણો.....કુવિદ્યા નહીં.
ચિંતન કરવું હોય તો નિજસ્વરૂપને ચિંતવો.....સંસારને નહીં.
પૂજવા હોય તો વીતરાગદેવને પૂજો.....રાગને નહીં.
છોડવું હોય તો રાગનું કર્તૃત્વ છોડો.....નિજભાવને નહીં.
ગ્રહવું હોય તો નિજભાવને ગ્રહો.....પરભાવને નહીં.
માનવું હોય તો સત્માર્ગને માનો.....અસત્ને નહીં.
પરણવું હોય તો નિજપરિણતિને પરણો.....અન્યને નહીં.
લગની કરવી હોય તો મોક્ષની કરો.....બીજાની નહીં.
શાંતિ જોઈતી હોય તો સ્વમાંથી લ્યો.....પરમાંથી નહીં.
સ્વતંત્ર થવું હોય તો સ્વને આધીન થાઓ.....પરને નહીં.
સુખી થવું હોય તો રત્નત્રયધર્મને સાધો.....ધનને નહીં.
રાજી થવું હોય તો ચૈતન્યરાજાને રીઝવો.....પરને નહીં.
ડુબવું હોય તો ચૈતન્યસમુદ્રમાં ડુબો.....ભવસમુદ્રમાં નહીં.
દીવાળી કરવી હોય તો ચૈતન્યદીવડા પ્રગટાવો.....જડ નહીં.
હોળી કરવી હોય તો આઠકર્મની કરો.....લાકડાની નહીં.
પરમાત્મા થવું હોય તો પરમતત્ત્વને આરાધે.....પરને નહીં.
મોક્ષમાં જવું હોય તો રત્નત્રયમાર્ગે ચાલો.....રાગમાર્ગે નહીં.