यही परमामृत जन्म – जरा – मृति रोग निवारन।।
कोटि जनम तप तपें ज्ञानबिन कर्म झरें जे।
ज्ञानीके छिनमें त्रिगुप्तितें सहज टरैं ते।।
मुनिव्रत धार अनंतबार ग्रीवक उपजायो।
पै निज आतम – ज्ञान बिना सुख लेश न पायो।।
ચૈતન્યનું જ્ઞાનપરિણમન જ જીવને સર્વત્ર સુખનું કારણ છે. જન્મ–જરા મરણના રોગને
નિવારવા માટે આ સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. સમ્યગ્જ્ઞાનરૂપી અમૃત વડે જન્મ–
મરણનો નાશ કરીને જીવ અમરપદને પામે છે.
મન–વચન–કાયાથી ભિન્ન ચૈતન્પરિણતિ સદાય વર્તે છે ને તેથી સહેજે નિર્જરા થયા જ
કરે છે,–એવી નિર્જરા અજ્ઞાનીને ઘણા તપ વડે પણ થતી નથી. અજ્ઞાની જીવ અનંતવાર
મુનિવ્રત ધારણ કરીને નવમી ગ્રૈવેયક સુધી ઊપજ્યો, પરંતુ પોતાના આત્મજ્ઞાન વગર
તે લેશમાત્ર સુખ ન પામ્યો. જુઓ તો ખરા! અજ્ઞાનીના પંચમહાવ્રત પણ જરાય સુખનું
કારણ ન થયા.–ક્યાંથી થાય? એ તો શુભરાગ છે. રાગ તે કાંઈ સુખનું કારણ હોય?
રાગના ફળમાં તો બહારનો સંયોગ મળે ને અંદર આકુળતા થાય, પણ કાંઈ ચૈતન્યની
શાંતિ રાગથી ન મળે; એ તો ચૈતન્યના જ્ઞાનથી જ મળે.