સંબંધ નથી; આત્માને જાણનારું સમ્યગ્જ્ઞાન પોતે જ સુખનું કારણ છે. આત્માના
અતીન્દ્રિય સુખના અનુભવસહિત જ સમ્યગ્જ્ઞાન પ્રગટ્યું છે, ને તે પોતે જ પરમ સુખથી
ભરેલું છે. આત્મામાં જ્ઞાનના પરિણમન સાથે સુખનું પરિણમન પણ ભેગું જ છે.
સમ્યગ્જ્ઞાનની અંદર તો ચૈતન્યના અનંત ભાવો ભર્યા છે. અહા, સમ્યગ્જ્ઞાનની કિંમતની
જગતને ખબર નથી. સમ્યગ્જ્ઞાન જેવું સુખકારી ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ નથી.
પહેલાં સમ્યગ્દ્રર્શનના પ્રકરણમાં કહ્યું હતું કે –
તારા આત્માનું સમ્યગ્જ્ઞાન કર. આનંદની ઉત્પત્તિ તારા સમ્યગ્જ્ઞાનમાં છે; કુટુંબમાં –
પૈસામાં – શરીરમાં ક્્યાંય આનંદ મળે તેમ નથી. આત્માના સમ્યગ્જ્ઞાન વગર દેવલોકના
દેવો પણ દુઃખી છે, ત્યાં બીજાની શી વાત? શુભરાગ, પુણ્ય અને તેનું ફળ – એ બધુંય
આત્માના જ્ઞાનથી જુદું છે; તે રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં ક્્યાંય જે સુખ માને તેને
સાચા જ્ઞાનની કે સાચા સુખની ખબર નથી, જ્ઞાનના ને સુખના બહાને તે અજ્ઞાનને
તથા દુઃખને જ સેવે છે. બાપુ! સુખ અને જ્ઞાન તો તારો સ્વભાવ છે, તેને ઓળખ, તો
જ સમ્યગ્જ્ઞાન અને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય. અતીન્દ્રિય જ્ઞાનમાં જે સુખ છે
તેવું સુખ ઈન્દ્રપદમાં નથી, ચક્રવર્તીપદમાંય નથી, કે જગતમાં બીજે ક્્યાંય નથી, એટલે કે
જ્ઞાન સિવાય બીજે ક્્યાંય સુખ છે જ નહીં. સમ્યગ્જ્ઞાનમાં સુખ છે, ને બીજે ક્્યાંય સુખ
નથી. એ અપેક્ષાએ કેવળી ભગવંતોને એકાંત સુખી કહ્યા છે.