Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
અહો, સમ્યગ્જ્ઞાન તો પરમ અમૃત છે. ‘અમૃત’ એટલે મરણ વગરનું એવું
મોક્ષપદ તે સમ્યગ્જ્ઞાન વડે પમાય છે, માટે સમ્યગ્જ્ઞાન તે પરમ અમૃત છે; તે જન્મ–
જરા–મરણના રોગને મટાડીને મોક્ષરૂપી અમરપદ દેનાર છે. બહારનું ભણતર કે
દુનિયાદારીનું ડહાપણ જેમાં કામ આવતું નથી, આત્મામાંથી જ જે આવે છે – એવું આ
સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. આત્માનો સ્વભાવ અનાકુળ આનંદસ્વરૂપ અમૃત છે, તેમાં
તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે તેથી તે પણ પરમ અમૃત છે,
તેમાં તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે તેથી તે પણ પરમ અમૃત
છે. અને એવા સ્વરૂપને દેખાડનારી વાણીને પણ ઉપચારથી અમૃત કહેવાય છે.
વચનામૃત વીતરાગનાં..... પરમ શાંતરસ મૂળ આવી વીતરાગવાણી દ્વારા થતું આત્માનું
સમ્યગ્જ્ઞાન, તે જીવના ભવરોગને મટાડનાર અમોધ ઔષધ છે. શરીરમાં ભલે
વૃદ્ધાવસ્થા હો કે બાળક અવસ્થા હો, નરકમાં હો કે સ્વર્ગમાં હો, રોગાદિ હો કે નીરોગતા
હો, – પણ આવું સમ્યગ્જ્ઞાન સર્વત્ર પરમ શાંતિ દેનાર છે.
આત્માનું જ્ઞાન છે તે આનંદ સહિત છે; જેમાં આનંદ નહીં તે જ્ઞાન નહીં. જે
દુઃખનું કારણ થાય તેને જ્ઞાન કોણ કહે? – એ તો અજ્ઞાન છે. જ્ઞાન તો ત્રણકાળ
ત્રણલોકમાં અપૂર્વ સુખનું જ કારણ થાય છે, તે પરમ અમૃત છે. આવું જ્ઞાન જ જન્મ
મરણથી છૂટીને મુક્તિસુખ પામવાનો ઉપાય છે; જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી જે
જીવો પૂર્વે સિદ્ધ થયા છે, અત્યારે થાય છે ને ભવિષ્યમાં થશે તે બધાય જીવો ભેદજ્ઞાન
વડે જ સિદ્ધ થયા છે, થાય છે ને થશે એમ જાણો –
સિદ્ધો થયા જે જીવ સૌ જાણજો ભેદજ્ઞાનથી,
બંધ્યા અરે! જે જીવ તે સૌ ભેદજ્ઞાન – અભાવથી.
–આમ ધારીને હે જીવ! તું અત્રૂટ ધારાએ ભેદજ્ઞાનને ભાવ; રાગાદિથી ભિન્ન
શુદ્ધ આત્માને જાણીને તેને જ નિરંતર ભાવ. ભેદજ્ઞાની જીવ સદાય આત્માના આનંદમાં
કેલિ કરે છે. આત્માના આનંદમાં કેલિ કરતો કરતો તે મુક્તિતાં જાય છે.
અહો, હું તો પરમ આનંદ સ્વરૂપ છું, જગતથી જુદો ને મારાથી પરિપૂર્ણ છું, સિદ્ધ
ભગવાન જેવું મારું ચૈતન્યપદ છે, – એમ જે જ્ઞાને આત્માની કિંમત કરી તે જ્ઞાનમાં
અપૂર્વ જ્ઞાનકળા ઊઘડી; તેના વડે તે શિવમાર્ગને સાધે છે ને શરીરમાં વાસ છૂટીને તે
સિદ્ધપદને પામે છે. ભેદજ્ઞાન – કળાવડે ધર્મી જીવ એમ અનુભવે છે કે