: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આત્મધર્મ.
[આવતું વર્ષ મહાન ઐતિહાસિક વર્ષ છે...]
આવતા વર્ષનું (વીર નિર્વાણ સંવત અઢી હજારનું) આત્મધર્મનું લવાજમ
(ચારરૂપિયા) ભરવાનું અનેક જિજ્ઞાસુઓએ શરૂ કરી દીધું છે. આપ પણ આપના ગામના
ગામના મુમુક્ષુઓ સહિત આપનું લવાજમ વેલાસર મોકલી આપશો. દિન–દિન વૃદ્ધિગત
થઈ રહેલું મુમુક્ષુઓનું પ્રિય ‘આત્મધર્મ’ હિન્દી – ગુજરાતી મળીને છ હજાર જેટલા ગ્રાહકો
ધરાવે છે, અને દરમહિને આશરે ત્રીસ હજાર જેટલા મુમુક્ષુઓ ખૂબ ઉલ્લાસથી તેનું વાંચન
કરે છે. વળી આવતું વર્ષ એ વીરનિર્વાણની અઢી હજારમી જયંતિનું મહાન ઐતિહાસિક વર્ષ
છે, તે ઉજવવા ભારતભરમાં અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે, આપણે પણ ઉત્સાહથી
તેમાં સાથે પૂરાવવા ભાવના છે. એટલે વીરશાસનની પ્રભાવના અનેક પ્રસંગો જાણવા
આપ આત્મધર્મ જરૂર નિયમિત વાંચતા રહેશો. અધવચ્ચેથી ગ્રાહક થનારને પાછલા અંકો
વગર નીરાશ થવું પડે છે. માટે શરૂથી જ ગ્રાહક થવું સારૂં છે. અત્યારે ગુજરાતી આવૃત્તિની
ગ્રાહક સંખ્યા ૩૩૦૦ જેટલી થઈ ગઈ છે. – ને આવતી સાલ આપ સૌના સહકારથી આ
સંખ્યા ચાર હજાર સુધી સહેલાઈથી પહોંચી જશે – એવો વિશ્વાસ છે. આત્મધર્મ વાંચે એવા
સ્નેહીનોને અત્યારથી જ આત્મધર્મ પહોંચતું કરો અને એ રીતે તેમને આત્મહિતના
માર્ગમાં સાથે જ રાખો.
દસલક્ષણી –પર્યુષણપર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ દશલક્ષણી – પર્યુષણપર્વ ભાદરવા સુદ પાંચમને શનિવાર
તા. ૧ સપ્ટેમ્બરથી શરૂ કરીને ભાદરવા શરૂ ચૌદશને મંગળવાર તા. ૧૧ સુધી ઊજવાશે. ત્યાર
પહેલાંં શ્રાવણ વદ ૧૨ ને શનિવાર તા. ૨પ ઓગષ્ટથી ભાદરવા સુદ પાંચમને શનિવાર તા.
૧ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો ખાસ પ્રવચનના દિવસો તરીકે ગણાશે.
(સમિતિની વ્યવસ્થામાં સહકાર આપવા માટે મહેમાનોને ખાસ સૂચના કે આપના
આગમનના સમાચાર જૈન અતિથિ સેવા સમિતિ –સોનગઢને લખી જણાવશો.)
આપનું ભેટપુસ્તક મેળવી લ્યો –
પ્રવચનસાર ગા. ૧૭૨ ઉપરનાં પ્રવચનનું પુસ્તક આત્મધર્મના ચાલુવર્ષના (૩૦મા
વર્ષના) ગ્રાહકોને ભેટ આપવાનું છે. તો સોનગઢથી રૂબરૂ (ઓફિસમાંથી) મેળવી લેવું
અથવા પચીસ પૈસાની ટિકિટ (તથા પૂરૂં નામ – સરનામું) મોકલીને પોસ્ટથી મંગાવી લેવું.
આ ભેટપુસ્તક સૌએ દીવાળી પહેલાંં મેળવી લેવા વિનંતિ છે.
– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)