Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 49

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧:
સુખ
જ્ઞાનચેતના વડે જ સુખ અનુભવાય છે.
જ્ઞાનચેતના પોતે સુખરસથી તરબોળ છે.
દેવલોકના દેવ કરતાંય અસંખ્યગણું મોઘું એવું આ મનુષ્યપણું પામીને, વિષય
કષાયરૂપ પાપના અશુભમાં ભવ ગુમાવે કે કુદેવ – કુગુરુના સેવનમાં જીવન ગુમાવે
તેની તો વાત શી? પણ સાચા વીતરાગી દેવ–ગુરુને જ માને, બીજાને માને નહિ, વિષય
કષાયના પાપભાવ છોડીને શીલ–વ્રતના શુભભાવમાં લયલીન રહે, અને તેમાં જ સંતોષ
માને કે આનાથી હવે મોક્ષ થઈ જશે, પણ તે વ્રતાદિના શુભરાગથી પાર જ્ઞાનચેતનાનો
અનુભવ ન કરે તો તેવો જીવ પણ જરાય સુખ નથી પામતો. તે સ્વર્ગમાં જાય છે, – પણ
તેથી શું? સુખ તો રાગવગરની ચૈતન્યપરિણતિમાં છે, કાંઈ સ્વર્ગના વૈભવમાં સુખ
નથી. જ્ઞાનચેતનાવડે જ સુખ અનુભવાય છે, જ્ઞાનચેતના પોતે સુખરસથી ભરેલી છે.
આ કોની વાત છે? – તારી પોતાની! બાપુ! તું પોતે જ્ઞાનચેતનાસ્વરૂપ છો...
તારી જ્ઞાનચેતનાને ભૂલીને અનંતવાર તું શુભભાવ કરી ચૂક્યો છો. શુભ સાથે અજ્ઞાન
પડ્યું છે એટલે રાગમાં સર્વસ્વ માનીને રાગવગરના આખા જ્ઞાનસ્વભાવનો તું અનાદર
કરી રહ્યો છે. સમ્યગ્જ્ઞાન વગર રાગમાં તો સુખ ક્્યાંથી હોય? શુભરાગમાં એવી તાકાત
નથી કે અજ્ઞાનરૂપી અંધકારને કે દુઃખને દૂર કરે. જ્ઞાનચીજ રાગથી જુદી છે; તે
જ્ઞાનચેતનાના પ્રકાશ વડે જ અજ્ઞાન–અંધારા ટળે છે ને સુખ પ્રગટે છે. નિજાનંદી
જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ વળીને સમ્યગ્જ્ઞાન–ચેતના પ્રગટ કર્યાં વગર સુખનો અંશ પણ
પ્રાપ્ત ન થાય.
અતીન્દ્રિય આનંદનો પિંડ આત્મા પોતે છે; રાગમાં કાંઈ સુખ ભર્યું નથી.
રાગમાંથી કે બહારથી સુખ લેવા માંગે તે તો, સુખની સત્તા આત્મામાં છે તેનો
ઈન્કાર કરે છે. અરે, જ્યાં સુખ છે – જે પોતે સુખ છે તેનો સ્વીકાર કર્યાં વગર સુખ
ક્્યાંથી થાય?
પ્રશ્ન: – શુભરાગમાં સુખ ભલે ન હોય, પણ દુઃખ તો નથી?