Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 49

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
ઉત્તર: – અરે ભાઈ! એમાં આકુળતારૂપ દુઃખ જ છે. જડમાં સુખ – દુઃખની કોઈ
લાગણી નથી; ચૈતન્યતત્ત્વ પોતાના જ્ઞાનભાવ વડે સુખ વેદે છે, ને અજ્ઞાનભાવથી દુઃખ
વેદે છે. ભેદજ્ઞાન તે સિદ્ધપદનું કારણ, ને ભેદજ્ઞાનનો અભાવ એટલે કે અજ્ઞાન, તે
સંસારદુઃખનું કારણ છે. જ્યાં ચૈતન્યના જ્ઞાનની શાંતિનું વેદન નથી ત્યાં કષાય છે, –
ભલે અશુભ હો કે શુભ હો – પણ જે કષાય છે તે તો દુઃખ જ છે. શુભકષાય તે કાંઈ
શાંતિ તો ન જ કહેવાય. આત્માના જ્ઞાન વડે ક્ષણમાત્રમાં કરોડો ભવના કર્મો છૂટી જાય
છે, ને સમ્યગ્જ્ઞાન વગર કરોડો વર્ષના તપ વડે પણ સુખનો છાંટોય મળતો નથી. જુઓ
તો ખરા, જ્ઞાનનો અપાર મહિમા! અજ્ઞાની જીવને જ્ઞાનના મહિમાની ખબર નથી, એને
રાગ દેખાય છે, – પણ રાગથી પાર થઈને અંદર ચૈતન્યમાં ઊંડુ ઊતરી ગયેલુંજ્ઞાન તેને
દેખાતું નથી. માટે કહે છે કે હે ભાઈ! મોક્ષનું કારણ તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન સહિતનું
ચારિત્ર છે. સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન વગરનું આચરણ તો થોથાં છે, તેમાં લેશ પણ સુખ નથી.
આ રીતે સમ્યગ્જ્ઞાનો મહિમા જાણીને, તેને પરમ અમૃત સમાન જાણીને તેનું સેવન કરો.
આ રત્નચિંતામણી જેવી મનુષ્યપર્યાય પામીને તથા જિનવાણીનું શ્રવણ કરીને,
હે જીવો! તમે દુર્લભ એવા સમ્યગ્જ્ઞાનનો અભ્યાસ કરો, અને આત્માનો ઓળખી લ્યો –
એમ સર્વે સંતોનો ઉપદેશ છે.
સ્વ વિષયમાં સુખ * પર વિષયમાં દુઃખ
જીવને બધા પદાર્થો જાણવાની ઈચ્છા છે, પણ ઈન્દ્રિયાધીન થયેલું
જ્ઞાન પોતપોતાના અલ્પ વિષયોને જ ગ્રહણ કરી શકે છે, ને બાહ્યવિષયો
તરફના વેગથી તે આકુળ – વ્યાકુળ દુઃખી રહે છે. જો ઈન્દ્રિયોથી ભિન્નતા
જાણી, જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વ–વિષયને ગ્રહણ કરે તો આનંદનો અનુભવ
થાય ને બાહ્યવિષયોના ગ્રહણની આકુળતા મટી જાય.