: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
ધર્માત્માની આશ્ચર્યકારી અંતરંગ દશા
એક જ પર્યાયમાં વર્તતું રાગનું અકર્તાપણું તેમજ કર્તાપણું
[સમયસાર ગા. ૩૨૦ ના પ્રવચનમાંથી અષાડ વદ ૭]
ધર્માત્માને ચોથું ગુણસ્થાન થયું ત્યારથી જ આત્માના
આનંદરસની વીતરાગધારા તો નિરંતર વર્તે જ છે, તે
આનંદધારામાં તો રાગાદિનું જરાય કર્તૃત્વ નથી; અને તેને જ
દશમા ગુણસ્થાન સુધી જે રાગ છે તે રાગનું વેદન દુઃખરૂપ છે;
બંને ધારાના અત્યંત ભિન્ન સ્વાદને ધર્મી જાણે છે....
જ્ઞાયકસ્વરૂપ આત્માના અનુભવ સહિત જેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા છે, ને
સાધકદશામાં હજી થોડા રાગાદિ બાધક ભાવો પણ થાય છે, – એવા ધર્મી જીવને
પોતાની શ્રદ્ધા– જ્ઞાન પર્યાયમાં તો રાગનું કર્તાપણું કે ભોકતાપણું નથી; પણ હજી
ચારિત્રની પર્યાયમાં જેટલી અશુદ્ધતા અને રાગાદિ છે તેનું કર્તા–ભોકતાપણું પોતાની તે
પર્યાયમાં છે – એમ ધર્મી જાણે છે.
શુદ્ધ સ્વભાવને ધ્યેય કરીને શ્રદ્ધા–જ્ઞાનાદિમાં જે શુદ્ધ પરિણમન થયું છે તે તો
રાગ વગરનું જ છે, તેમાં તો રાગનું કર્તા–ભોક્તાપણું નથી; પણ દશમા ગુણસન સુધી
ચારિત્રદશામાં જે રાગાદિભાવ થાય છે તે રાગનો કર્તા કર્તૃનયથી આત્મા પોતે છે,
પોતાની પર્યાયમાં તે કાળે તેવો ધર્મ છે, અને તે ધર્મનો અધિષ્ઠાતા આત્મા જ છે, –
એમ જ્ઞાની પોતાની પર્યાયમાં રાગના કર્તૃત્વને તેમજ ભોકતૃત્વને તે કાળે જાણે છે. તે જ
વખતે રાગાદિના અકર્તા–અભોક્તારૂપ પરિણમન પણ શ્રદ્ધા–જ્ઞાનાદિ પર્યાયોમાં વર્તે છે,
તેને પણ ધર્મી જાણે છે. – આવો ભગવાનનો અનેકાન્ત માર્ગ છે.
સાધકની પર્યાયમાં શાંતિનું વેદન તેમજ રાગની આકુળતાનું વેદન – એમ બંને
એક સાથે છે, સાધક પ્રમાણજ્ઞાનમાં બંને ધર્મોને પોતાના જાણે છે. તેમાં જ્યારે
સમ્યક્ત્વાદિ શુદ્ધ ભાવની વિવક્ષાથી જોવામાં આવે ત્યારે આત્માને શાંતિનું વેદન છે,
તેમાં અશાંતિ છે જ નહીં. અને જ્યારે પર્યાયમાં રાગાદિ છે તેની વિવક્ષાથી જોવામાં