Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 49

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આવે ત્યારે તે જ આત્માને રાગના દુઃખનું વેદન છે, તે પોતે જ રાગનો કર્તા ભોક્તા છે.
શુદ્ધતાને મુખ્ય કરીને તેમાં એકલા આનંદનું જ વેદન કહ્યું, ને રાગાદિ ભાવો તે શુદ્ધતાથી
જુદા રહી ગયા, એટલે તેનો કર્તા– ભોક્તા જ્ઞાની નથી – એમ કહ્યું. વસ્તુનું સ્વરૂપ બધા
પડખેથી (બધા ધર્મોથી) જેમ છે તેમ સત્ય જાણવું જોઈએ.
ધર્માત્માને જ્ઞાનનો કોઈ અંશ રાગમાં પ્રવેશતો નથી, ને રાગનો કોઈ અંશ
જ્ઞાનમાં પ્રવેશતો નથી, એટલે જ્ઞાનભાવ પોતે તો કદી રાગનો કર્તા કે ભોક્તા નથી.
અને છતાં પોતાની પર્યાયમાં જે રાગાદિનું કર્તા–ભોક્તાપણું વર્તે છે તે પણ જ્ઞાનીનું
જ્ઞાન બરાબર જાણે છે. – ત્યાં જાણવાની ક્રિયામાં ધર્મીને એકત્વબુદ્ધિ (તન્મયપણું)
છે, રાગાદિની ક્રિયાને જ્ઞાનક્રિયાથી જુદી જાણે છે, એટલે જ્ઞાનાદિ ભાવ તો રાગ
વગરના જ છે.
જ્ઞાનીને રાગનું – દુઃખનું વેદન હોય?
– કે હા; તેમને પોતાની પર્યાયમાં જેટલા રાગાદિ છે તેટલું દુઃખનું વેદન પણ છે;
શુદ્ધતા છે તેટલી શાંતિનું વેદન તો છે જ, ને તેની સાથે જેટલા રાગાદિ છે તેટલું દુઃખનું
વેદન પણ છે. અનંત નયોમાંથી ભોક્તાનયે તે જ્ઞાની તે દુઃખનું ભોક્તાપણું પોતામાંજાણે
છે; પર્યાયમાં એવા ભોક્તાપણાનો ધર્મ છે, ને તે ધર્મોનો અધિષ્ઠાતા આત્મા છે. અરે,
ચૌદમાં ગુણસ્થાનના છેલ્લા સમય સુધી જે અસિદ્ધત્વ ભાવરૂપ વિભાવ છે (ઉદયભાવ)
તે પણ જીવનું સ્વતત્ત્વ છે, જીવની સત્તામાં તેનું અસ્તિત્વ છે.
શ્રુતજ્ઞાન–પ્રમાણ અનંતનયોમાં વ્યાપેલું છે, અને તે અનંતધર્મવાળા એક
આત્માને જાણે છે. પોતાના દ્રવ્યમાં–ગુણમાં–પર્યાયમાં –જે જે ધર્મો છે તેને જ્ઞાની જાણે
છે. તેમાં જેટલું રાગાદિનું કર્તા– ભોક્તાપણું હજી પર્યાયમાં વર્તે છે તેને પણ ધર્મી જાણે
છે. એક તરફ સ્વભાવની શાંતિનું વેદન છે તેને પણ જાણે છે, ને બીજી તરફ (તે જ
પર્યાયમાં) રાગાદિની અશાંતિનું પણ વેદન છે, – બંને ધર્મોને જ્ઞાની પોતાની પર્યાયમાં
જેમ છે તેમ જાણે છે. જે શાંતિ છે તેમાં અશાંતિ નથી, એટલે રાગ વગરનો જે જ્ઞાનભાવ
છે તેમાં તો શાંતિનું જ વેદન છે, ને સાધકને જેટલા રાગાદિ છે તેટલું અશાંતિનું વેદન
છે. આ રીતે જ્ઞાનભાવ અને રાગભાવ બંનેનું કાર્ય જુદું– જુદું છે; છતાં સાધકની
પર્યાયમાં બંને એક સાથે વર્તે છે. પોતાની પર્યાયમાં છે તે અપેક્ષાએ આત્મા જ તેનો
કર્તા ને ભોક્તા છે.