પર્યાયમાં જાણતા હોવા છતાં, ને પર્યાયમાં તેનું કર્તા ભોક્તાપણું જાણતા હોવા છતાં,
તેમાં તેને એકત્વબુદ્ધિ નથી, એકત્વબુદ્ધિ તો પરથી ભિન્ન પોતાના સુંદર–એકત્વ સ્વભાવ
જ વર્તે છે.
અશુદ્ધભાવો છે તેને બરાબર પોતાના અસ્તિત્વમાં જાણવા જોઈએ. જ્ઞાનીને રાગ થાય–
તેનું વેદન તેને છે જ નહિ–એમ નથી, તેનેય તે રાગનું દુઃખરૂપ વેદન તો છે, પણ તે જ
વખતે તેનાથી ભિન્ન સ્વભાવથી શુદ્ધતાનું ને શાંતિનું વેદન તેને વર્તી જ રહ્યું છે, તે
વેદનમાં રાગાદિનો અભાવ હોવાથી જ્ઞાનીને તેના અકર્તા–અભોકતા કહ્યા. બંને
અપેક્ષાને ધર્મી જીવ બરાબર જાણે છે. પોતાની પર્યાયમાં રાગ છે તેટલું દુઃખ છે – તેનું
અસ્તિત્વ જ ન માને તો જ્ઞાન આંધળુ થયુ; તે જ્ઞાને પોતાની પર્યાયના દોષને પણ
જાણ્યો નહિ,–એ તો શુભરાગ વગેરે દોષને ગુણ સાથે ખતવી દેશે એટલે ગુણના
સ્વરૂપનુંય સાચું જ્ઞાન તેને નહિ થાય. ધર્મી દોષને દોષરૂપ બરાબર જાણે, પોતામાં
જેટલો શુભ રાગ છે તેટલો પણ અપરાધ છે એમ જાણે, પણ તે દોષના કોઈ અંશને
ગુણમાં ભેળવે નહીં.
છે; ને તે પર્યાય પણ મારી છે–એમ જ્ઞાની જાણે છે. સ્વભાવથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું,–તેના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી પરિણતિમાં શુદ્ધતા પણ થઈ છે અપૂર્વ વીતરાગી શાંતિનું વેદન
પણ વર્તી રહ્યું છે. અને સાથે જે રાગાદિ દોષ બાકી છે તે પણ પોતાની પર્યાયમાં છે,
પોતાના અસ્તિવમાં છે. –એમ અનેકાન્તના શરણે ધર્મી જીવ જાણે છે. પોતામાં દ્રવ્ય–
ગુણ–પર્યાયરૂપ અનંત ધર્મો જેમ છે તેમ જાણ્યા વગર સ્વજ્ઞેયનું સાચું જ્ઞાન ક્્યાંથી
થશે? સ્વ–જ્ઞેયના બધા પડખાને બરાબર જાણે તો તેમાં હેય–ઉપાદેયનો વિવેક કરે, ને
શુદ્ધ સ્વભાવના આશ્રયે ઉપાદેયભાવો પ્રગટ કરીને, રાગાદિ હેય ભાવોને છોડે; એ રીતે
વસ્તુના સાચા જ્ઞાનપૂર્વક મોક્ષમાર્ગ સધાય છે. મહાવીર ભગવાને આત્માનું આવું
સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું છે. આવા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવું તે જ મહાવીર પરમાત્માના
નિર્વાણમહોત્સવની (અઢી હજારમા