Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 49

background image
: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
વર્ષની) સાચી ઉજવણી છે. ભગવાન મહાવીરે જે કહ્યું–તેના જ્ઞાન વગર તેમના મોક્ષનો
સાચો ઉત્સવ ક્્યાંથી ઊજવાય?
જ્ઞાનીને સાધકદશામાં સ્વભાવની શાંતિ તેમજ રાગની અશાંતિ–એ બંને વેદાય
છે, તે બંને ભાવોને પોતામાં જેમ છે તેમ જ્ઞાની જાણે છે. જેટલી અશુદ્ધતા પોતામાં છે
તેને જાણે જ નહિ તો તેને ટાળશે ક્્યાંથી? અને અશુદ્ધતા જેટલો જ પોતાને માની લ્યે,
ને તે જ વખતે સ્વભાવની શુદ્ધતાનું વેદન જરાય ન રહે–તો તે મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં
જેટલા રાગાદિ દોષ છે તેનું વેદન પણ પોતાને જ છે, તે ઉપરાંત ધર્મીને તે જ કાળે
રાગથી જુદી પોતાની ચેતનાનું વેદન પણ વર્તે છે.–આવી આશ્ચર્યકારી સાધકદશા છે,
તેને ધર્મી જ ઓળખે છે. એકાંતવાદી તેને ઓળખી શકતા નથી.
જ્ઞાની તો રાગનો અવેદક છેને?
સ્વભાવદ્રષ્ટિએ તેને જેટલી શુદ્ધતા થઈ છે તે શુદ્ધતામાં રાગાદિનું જરાય વેદન
નથી – એ સાચું, પણ પર્યાયમાં હજી જેટલું અશુદ્ધ– રાગાદિરૂપ પરિણમન બાકી છે તે
પરિણમન પોતાનું છે ને પર્યાયમાં તેનું વેદન પણ છે – એમ જ્ઞાની પર્યાયનયથી જાણે
છે. રાગાદિ થતા હોવા છતાં તેને જાણે જ નહિ – તો તો જ્ઞાન ખોટુ પડે. તે પર્યાયમાં
તેક્ષણ પૂરતો તેટલો રાગાદિના કર્તાપણારૂપ ભાવ છે, કર્તૃનયથી આત્મા પોતે તે
કર્તૃધર્મવાળો છે.–પણ તે જ વખતે બીજા અનંત ધર્મોમાં રાગાદિને ન કરે એવો
અકર્તૃસ્વભાવ પણ પોતામાં છે – એનેય ધર્મી જાણે છે, એટલે એકલી પર્યાયબુદ્ધિ તેને
થતી નથી, રાગાદિમાં જ્ઞાનની એકત્વબુદ્ધિ થઈ જતી નથી. રાગ અને જ્ઞાનથી
ભિન્નતાના ભાન સહિત પોતાની પર્યાયમાં જ્ઞાનધારાને અને રાગધારાને જેમ છે તેમ
જાણે છે. તેનો કર્તા પણ છે, તેનો ભોક્તા પણ છે, અને તે જ વખતે રાગાદિના અકર્તા–
અભોક્તાપણાનો ભાવ પણ ધર્મીની પર્યાયમાં વર્તે છે – અહો, અનેકાન્તમય
વસ્તુસ્વરૂપ! આવા વસ્તુસ્વરૂપને જાણીને હે જીવો! તમે આજે જ આત્મામાંથી આનંદ
કાઢીને તે આનંદનો અનુભવ કરો.
(આ વિષય વધુ સ્પષ્ટ સમજવા માટે, પ્રવચનસારમાં પરિશિષ્ટમાં ‘આત્મ
પ્રાપ્તિ’ ના વર્ણનમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્માનું વર્ણન કર્યું છે; તેમાં કર્તૃનય
અનેક અકર્તૃનય, તથા ભોકતૃનય અને અભોકતૃનય પણ છે; તો પ્રવચનમાંથી કેટલોક
સાર અહીં આપીએ છીએ.)