બીજી કોર પ્રવચનમાં વીતરાગી પરમાત્મભક્તિ અને જ્ઞાનના
અગાધ સામર્થ્યના વર્ણન વડે ચૈતન્યગગનમાંથી વરસતી
શાંતરસની અમૃતધારા ભવ્યજીવોના અંતરને તૃપ્ત કરતી હતી.
દૂરવર્તી આત્મજિજ્ઞાસુઓ પણ એ અપૂર્વ આત્મરસનું પાન
કરવા હંમેશાં આતુર હોય છે. તેઓ પણ આ લેખ દ્વારા તે
મધુર શાંતરસનું થોડુંઘણું પાન કરીને તૃપ્ત થશે. અહીં શ્રાવણ
માસની તે મહાન મેઘવર્ષામાંથી ઝીલેલાં ૧૦૧ બિંદુ આપ્યાં છે,
તેનું રસપાન આપને જરૂર આનંદિત કરશે. –બ્ર. હ. જૈન
પોતાના પરમાત્મતત્ત્વની સન્મુખ થઈને જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ
ભક્તિ કરે છે, તે જ નિર્વાણ માટેની ભક્તિ છે.