Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૩ :
પૂર્વભવનું સ્મરણ અત્યારે થાય છે, તો તે તાકાત તો વર્તમાનપર્યાયની છે ને!
વર્તમાનપર્યાયમાં પણ કેટલી ગંભીર તાકાત છે! –કે ત્રણેકાળની પર્યાયસહિત
દ્રવ્યનો તે નિર્ણય કરી લ્યે છે. દ્રવ્ય–ગુણની ત્રિકાળી અપાર શક્તિનું માપ
સ્વસન્મુખ વર્તમાનપર્યાયે કરી લીધું છે. –આવી સ્વસન્મુખ પર્યાય તે વિકલ્પથી
પાર છે, સમરસથી ભરેલી છે, તે જ પરમ યોગભક્તિ છે;– આવી યોગભક્તિ
અતિ આસન્નભવ્ય ધર્માત્માઓને હોય છે.
(૫૧)
ભવિષ્યની કેવળજ્ઞાનાદિ પર્યાય તે–તે કાળે મારા આ સ્વદ્રવ્યના અવલંબને જ
થશે, – એમ સ્વદ્રવ્યને વર્તમાનપર્યાયે અંતર્મુખ થઈને કબજે કરી લીધું ત્યાં
કેવળજ્ઞાનનો નિર્ણય તેમાં આવી ગયો. અરે, વર્તમાનપર્યાય આવડી મોટી
તાકાતવાળી, તો અખંડ સ્વભાવના તારા મહિમાની શી વાત! આવો
ત્રણકાળનો નિર્ણય કરવાની શું રાગમાં તાકાત છે? શું વિકલ્પમાં આવો નિર્ણય
કરવાની તાકાત છે? –ના. આ તો ચૈતન્યમાં સ્વસન્મુખ થયેલી જ્ઞાનપર્યાયની
તાકાત છે.
(૫૨)
જુઓ, ભૂત–ભવિષ્યની ચૈતન્યજાતિના નિર્ણયરૂપ આવું જાતિસ્મરણ (સ્વકીય
ચૈતન્યજાતનો અનુભવ) બધા સમ્યગ્દ્રષ્ટિને હોય છે. –તે પોતાની ચૈતન્યજાતને
ત્રણેકાળ સ્વતંત્ર જાણે છે. જુઓ, આ આત્માની સ્વતંત્રતા! આજે ભારતની
સ્વતંત્રતાનો દિવસ (૧પ ઓગષ્ટ) છેને! તેનું સરઘસ લોકો ધામધૂમથી કાઢે છે
ને વાજાં વગાડે છે; પણ એમાં તો કાંઈ સુખ નથી. આ તો સમ્યગ્દર્શનના ને
સમ્યગ્જ્ઞાનના વાજાં વગાડતાં–વગાડતાં સિદ્ધપદમાં જવાનું સરઘસ કાઢવાની
વાત છે. તીર્થંકરોના સ્વાધીનમાર્ગમાં સાધક જીવો જ્ઞાનપર્યાયના વાજાં
વગાડતાં–વગાડતાં સિદ્ધપદમાં જઈ રહ્યા છે.
(૫૩)
અરે પ્રભુ! તારી એક જ્ઞાનપર્યાયમાં પણ કેવી અપાર સમૃદ્ધિ છે! –જેની
પર્યાયની તાકાત ત્રણકાળનો નિર્ણય કરી લ્યે, –આવો જ્ઞાનસ્વભાવ
જેને અંતરમાં બેસે તેને વિકલ્પ તૂટયા વગર રહે જ નહીં. અંતરના
ચૈતન્યના અવલંબને વિકલ્પ તૂટીને પોતાના આનંદનો અપૂર્વ વિલાસ તેને
પ્રગટે છે.
(પ૪)
હે ભાઈ, તારા આત્માની વાત તેં ઊંડેથી નથી માની, ઉપર–ઉપરથી સાંભળીને
હા પાડી, પણ ઊંડેથી એટલે અંતર્મુખ થઈને તેં આત્માનો સ્વીકાર ન કર્યો; તેં
આત્માને રાગમાં જોડીને હા પાડી, પણ રાગથી આઘો ખસીને, આત્માને