Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 49

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
યેલો આત્મા અતિ આસન્નભવ્ય છે; તેનો અતિ અપૂર્વ વીતરાગરત્નત્રયરૂપ
ભાવ તે જ મોક્ષની અપૂર્વ ભક્તિ છે.
(૪૪)
અનંતકાળમાં પૂર્વે કદી નહિ કરેલી એવી અપૂર્વ શાંતિ કેમ થાય તેની આ વાત
છે. પોતાનો આત્મા પરમ સમતારસસ્વરૂપ છે, તેમાં ચૈતન્યના આનંદની મોજ
છે. –તેમાં અંતર્મુખ થતાં આનંદમય મોક્ષમાર્ગ પ્રગટે છે. તેમાં બહારનું કોઈ
અવલંબન નથી.
(૪પ)
બહારના અવલંબને અનંતવાર જે કરી ચુક્યો છતાં જેમાં શાંતિ ન મળી તેનાથી
જુદી જાતની કોઈ અપૂર્વ આ વાત છે, ચૈતન્યના સમભાવરૂપી અમૃતની આ
વાત છે; તેમાં અશુભ કે શુભ સર્વ વિકલ્પનો અભાવ છે, ને નિર્વિકલ્પ
આનંદમય સમરસ ઝરે છે. –આવો વીતરાગનો માર્ગ છે, ને આવી વીતરાગ
માર્ગની (રત્નત્રયની) ભક્તિ છે.
(૪૬)
અહા, સમ્યગ્દર્શનમાં ને સમ્યગ્જ્ઞાનમાં તો આત્માના પરમ આનંદનું વેદન છે.
તે જ રાગના અભાવરૂપ ભક્તિ છે. આવી ભક્તિ ગૃહસ્થ–શ્રાવકને પણ
હોય છે.
(૪૭)
સમ્યગ્દ્રષ્ટિને પોતાની ચૈતન્યજાત કેવી છે તેનું જ્ઞાન છે. પૂર્વે પણ મારો આત્મા
આવો હતો–એમ ચૈતન્યજાતિનું ત્રણેકાળનું જ્ઞાન ધર્મીને વર્તે છે. પૂર્વનો ભવ
ક્્યાં હતો– તે ક્ષેત્રાદિ ભલે યાદ આવે કે ન આવે પણ વર્તમાન
સ્વસન્મુખપર્યાયના બળે ચૈતન્યજાતિનું પૂર્વનું ને ભવિષ્યનું પણ જ્ઞાન કરવાની
તાકાત સાધકને છે, –આ પારમાર્થિક જાતિસ્મરણજ્ઞાન છે, ને તે બધા
સમ્યક્દ્રષ્ટિને હોય છે. આત્માની ત્રિકાળિકતાના જ્ઞાન વગર સમ્યગ્દર્શન હોઈ
શકતું નથી.
(૪૮)
મારી ચૈતન્યજાતમાં પૂર્વની અનંત પર્યાયો થઈ, ને ભવિષ્યમાં અનંત પર્યાયો
થશે–તે ત્રણેકાળની ચૈતન્યજાતિને ધર્મી જીવ જાણી લ્યે છે, તે પરમાર્થરૂપ
જાતિસ્મરણ છે. આવા સ્વજાતિના સ્મરણ વગર સમ્યગ્દર્શન થાય નહીં.
ભવસંબંધી જાતિસ્મરણ તે જુદી જાત છે, ને આ ચૈતન્યની સ્વજાતનું સ્મરણ તે
અપૂર્વ સમ્યક્ત્વાદિરૂપ મહા શાંતિથી ભરેલું છે.
(૪૯)
દ્રવ્યની સન્મુખ થઈને તેને જાણતાં, તે દ્રવ્યની સ્વજાતની ત્રણેકાળની પર્યાયનું
પણ જ્ઞાન તેમાં આવી ગયું; ત્રણેકાળને એક કાળમાં તે કળી લ્યે છે. (૫૦)