Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૫ :
જોડ્યો છે, ને હે ભવ્ય જીવો! તમે પણ તમારા આત્માને આવી સમરસપર્યાયમાં
પરિણમાવીને મોક્ષના માર્ગમાં આવો.
(૬૧)
જગતના જીવોમાં છમહિના–આઠસમયે ૬૦૮ જીવોની ધારા નિરંતર મોક્ષમાં
ચાલી જ જાય છે. છમહિના–આઠસમયમાં ૬૦૮ જીવો આત્માની લબ્ધિ કરે છે–
એવી જે અખંડ મોક્ષની ધારા ચાલી રહી છે–તું પણ તેમાં ભળી જા... ને! આમ
સંતો મોક્ષ માટેનાં આમંત્રણ આપે છે. અમે તો મુક્તિનો મહોત્સવ માંડ્યો છે–તું
પણ તે મહોત્સવમાં ભળી જા.
(૬૨)
જિનદેવ અને ગણધરદેવ સમસ્ત ગુણને ધારણ કરનારા છે, તેમણે પ્રકાશેલું જે
પરમચૈતન્યતત્ત્વ, તે રૂપ પોતાનો આત્મભાવ થવો, એટલે કે વિપરીતતા રહિત
તે તત્ત્વના શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ આત્મભાવ થવો, તે પરમ યોગ છે.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણેય પરમ યોગ છે.
(૬૩)
પરમ યોગ એટલે ઉપયોગને અંતર્મુખ જોડીને આત્માનો અનુભવ, તે
અનુભવરસમાં અનંતગુણનો રસ સમાય છે. અનંતગુણના રસનો આનંદ
આત્માના અનુભવમાં સમાય છે, તે અનુભવરસ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. –
ગુણ અનંતકો રસ સબે, અનુભવરસકે માંહી;
તાતેં અનુભવ સારીખો, ઓર દૂસરો નાંહીં.
જેમાં ચૈતન્યના અનંતગુણનો રસ સમાય છે એવો અનુભવ તે જ મોક્ષમાર્ગ છે.
આત્માના અનુભવ સમાન આ જગતમાં બીજું કાંઈ નથી.
(૬૪)
ભાઈ, તારી જે વસ્તુ છે, તારામાં જ જે ભરી છે, તેમાં તારા ઉપયોગને જોડતાં
આનંદના વેદનસહિત જે પરમ સમતા થાય છે તે જ મોક્ષગત પુરુષોની
પરમાર્થભક્તિ છે. જેમની ભક્તિ કરવાની છે તેમના જેવો ગુણ પોતામાં પ્રગટ
કરવો તે જ ખરી ભક્તિ છે. વીતરાગની ભક્તિ વીતરાગભાવ વડે થાય,
એનાથી વિરુદ્ધ એવા રાગભાવ વડે વીતરાગની ભક્તિ કેમ થાય? (૬૫)
અહો, આત્માનો પરમ અદ્ભુત આનંદવૈભવ જે સ્વાનુભવમાં પ્રગટ્યો
તેની શી વાત! સર્વજ્ઞદેવ–પરમગુરુ અને ગણધરદેવ વગેરે પરંપરા ગુરુઓ–
જેઓ ચૈતન્યના આનંદરસમાં અત્યંત નિમગ્ન હતા, તેમના અનુગ્રહપૂર્વક અમને જે