આત્માના મહા આનંદનો અપૂર્વ વૈભવ અમને પ્રગટ્યો છે. – એમ ધર્મી
નિઃશંક જાણે છે. તેણે પોતાના આત્માને આવી સ્વાનુભવ–પર્યાયમાં જોડી દીધો
છે, તે જ પરમ યોગભક્તિ છે. તેના વડે પ્રસિદ્ધ એવી આત્મલબ્ધિ (મુક્તિ)
પમાય છે.
કદી આવડયું નથી; બહારની ભક્તિના રાગમાં સંતોષ માનીને તું રોકાયો, પણ
જ્ઞાનીના ગુણને ઓળખીને તેવો આત્મભાવ તેં પોતામાં પ્રગટ ન કર્યો એટલે
તદ્ગુણની લબ્ધિ તને ન થઈ. અહીં તો આત્મામાં ઉપયોગને જોડીને
આત્મભાવરૂપ ભક્તિ–કે જે મુક્તિનું કારણ છે તેની વાત છે. ભગવંતો આવી
ભક્તિ વડે મોક્ષ પામ્યા–એમ જાણીને તું પણ આવી ભક્તિ કર.
ગણધરાદિના ઉપદેશ અનુસાર યથાર્થ તત્ત્વનો નિર્ણય કર્યો હોય, એટલે
જૈનમાર્ગ અનુસાર આત્માનું સ્વરૂપ વિપરીતતા રહિત જાણ્યું હોય–તે જ તેમાં
ઉપયોગને જોડી શકે, ને તેને મોક્ષના કારણરૂપ વીતરાગભક્તિ હોય. (૬૮)
ઉપજીવક છીએ, અમે તીર્થંકરના ચરણમાં વસનારા છીએ, અમે તીર્થંકરની સેવા
કરનાર તેમના સેવક છીએ. વાહ રે વાહ! જુઓ આ ભગવાનનો ભક્ત! આને
જૈન કહેવાય.
આપના ચરણમાં વસનારા આપના ઉપજીવકો છીએ; એટલે આપે જે માર્ગ
બતાવ્યો, આપે જે શુદ્ધચૈતન્યતત્ત્વ બતાવ્યું તેનો આશ્રય કરીને અમે જીવનારા
છીએ. રાગનું જીવન એ અમારું જીવન નહીં. ચૈતન્યના આશ્રયે વીતરાગી
રત્નત્રયરૂપ જીવનએ જ અમારું જીવન છે. આવું જીવન જીવનારો ભગવાનનો
દાસ તે જૈન છે; તે ભક્ત છે–ભક્ત છે.